જૈન કથા-‍ગીત ભંડાર
જૈન કથા-‍ગીત ભંડાર
જૈન કથા-‍ગીત ભંડાર
 પોતાના ગીત-સંગીત વડે સમગ્ર જૈન જગતને લગભગ ચાર દાયકા સુધી મંત્રમુગ્ધ કરનારા ખંભાતવાળા શ્રી શાંતિલાલ બી. શાહે તેમના ભાવકોના હૃદયમાં અવિચળ સ્થાન મેળવ્યું હતું. તેમની વિદાય બાદ આજે પણ જૈન સ્તવન અને કથા-ગીતના ક્ષેત્રે તેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે. જાણે કોઈ દૈવી આશિર્વાદ મળ્યા હોય તેમ તેઓ પોતાના હૃદયસ્પર્શી ગીત-સંગીત વડે શ્રોતાઓને કલાકોના કલાકો સુધી રસતરબોળ રાખી શકતા હતા. તેમનું નામ પડે અને મેદની હકડેઠઠ્ઠ ભેગી થઈ જાય અને બસ સાંભળ્યા જ કરે. શબ્દો અને સૂરો બન્ને પર એમનું પ્રભુત્વ અનન્ય હતું. માત્ર જૈન ધર્મના જ ગીતો નહિ પણ રાષ્ટ્રપ્રેમ, સમાજસેવા, સુધારાની ભાવના વગેરેથી પ્રચુર હોય તેવા અન્ય ગીતો તેમજ અનેક દેશનેતાઓના જીવન અને કાર્યને બિરદાવતા ગીતો પણ તેમણે રચ્યા છે અને ગાયા છે. માત્ર ગુજરાતમાં નહિ જગતભરમાં વસેલી ગુજરાતી જનતામાં તેમણે ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેમના ગીતોની અનેક ગ્રામોફોન રેકોર્ડ બની હતી. પરંતુ જેવું હેમુ ગઢવીના કિસ્સામાં બન્યું હતું તેવું જ કૈંક શાંતિલાલ શાહની સાથે થયું છે. એમનો અમૂલ્ય કલા વારસો આજે શોધ્યો મળતો નથી. તેમના થોડાંક જૈન સ્તવનો સિવાય આપણી પાસે આજે ભાગ્યે જ કંઈ બચ્યું છે. જૈનોને તો આજે પણ તેમના વિશે થોડી ઘણી માહિતી છે. પણ જૈન સિવાયની આજની પેઢીએ શાંતિલાલ શાહનું નામ પણ સાંભળ્યું હોવાનો સંભવ નથી.

      શ્રી શાંતિલાલ શાહે રચેલી અને ગાયેલી કેટલીક જૈન કથા-ગીતોનું અત્યારે દુર્લભ ગણાય એવું ઓડિયો રેકોર્ડિંગ અત્રે પ્રસ્તુત છે. આ ઓડિયો રેકોર્ડિંગ સાંભળવા માટે તમારી પાસે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. મોટા ભાગની કથાઓ લાંબી છે એટલે એ સાંભળવા માટે તમારી પાસે પૂરતો સમય હોવો પણ જરૂરી છે.

 છેલ્લો ફેરફાર: તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ 

[પાછળ]

  ક્લીક કરો અને સાંભળોસમય (મિ.સે.) ઓ઼ડિયો સાઈઝ 
૦૦૧ ઈલાચીકુમારની કથા ૧૨.૨૯૧૧.૪ એમ.બી.
૦૦૨ ચંદનબાળાની કથા ૪૦.૩૩૩૭.૧૦ એમ.બી.
૦૦૩ નેમ-રાજુલની કથા ૩૦.૫૭૨૮.૩૦ એમ.બી.
૦૦૪ શાલિભદ્રની કથા ૪૨.૧૩૩૮.૬૦ એમ.બી.
૦૦૫ શ્રીપાળ-મયણાસુંદરીની કથા ૫૯.૦૦૫૪.૦૦ એમ.બી.
૦૦૬ ભગવાન મલ્લીનાથની કથા ૪૨.૪૨૩૯.૦૦ એમ.બી.
૦૦૭ મહાવીર સ્વામીના આગલા ભવ ૫૮.૪૬૫૩.૮૦ એમ.બી.
૦૦૮ મહાવીર સ્વામીનું જીવનચરિત્ર ૬૧.૦૫૫૫.૦૦ એમ.બી.
૦૦૯ જાવડશા ભાવડશાની કથા ૩૨.૩૩૨૯.૮૦ એમ.બી.
૦૧૦ સ્થુલીભદ્ર મુનિની કથા ૩૫.૧૬૩૨.૨૦ એમ.બી.
૦૧૧ કરગરૂ મુનિની કથા ૧૯.૫૭૧૮.૨૦ એમ.બી.
૦૧૨ મેતારજ મુનિની કથા ૪૧.૨૫૩૭.૯૦ એમ.બી.
૦૧૩ અભયકુમાર મુનિની કથા ૩૮.૫૦૩૫.૫૦ એમ.બી.
૦૧૪ ગજસુકુમાર મુનિની કથા ૦૬.૪૭૦૬.૨૧ એમ.બી.
૦૧૫ પુણિયા શ્રાવકની કથા ૦૮.૦૩૦૭.૩૮ એમ.બી.
૦૧૬ ક્ષમાપના પર્વ ૩૫.૩૦૩૨.૫૦ એમ.બી.
૦૧૭ આર્દ્ર કુમારની કથા ૨૭.૪૦૨૫.૩૦ એમ.બી.
૦૧૮ મેઘ કુમારની કથા ૧૬.૧૭૧૪.૯૦ એમ.બી.
૦૧૯ મમ્મણ શેઠની કથા ૨૨.૦૮૨૦.૨૦ એમ.બી.
૦૨૦ વિમળશા મંત્રીની કથા ૨૭.૦૨૨૪.૭૦ એમ.બી.
૦૨૧ વર્ષીતપ કથા ૧૫.૪૦૧૪.૩૦ એમ.બી.
૦૨૨ મરૂદેવી માતાની કથા ૧૪.૩૮૧૩.૪૦ એમ.બી.
૦૨૩ બાહડ મંત્રીની કથા ૩૫.૦૫૩૨.૧૦ એમ.બી.
૦૨૪ નૈગમશાની કથા ૧૫.૧૫૧૩.૯૦ એમ.બી.
૦૨૫ પ્રિયદર્શનાની કથા ૧૩.૫૭૧૨.૭૦ એમ.બી.
૦૨૬ અનોખી ભીક્ષાની કથા ૪૭.૨૨૪૩.૩૦ એમ.બી.
૦૨૭ સાધર્મિક ભક્તિની કથા ૨૫.૪૩૨૩.૫૦ એમ.બી.
૦૨૮ ગુરુ ગૌતમ કથા ૫૨.૩૪૪૮.૧૦ એમ.બી.
૦૨૯ સતી સુલસાની કથા ૪૫.૦૯૪૧.૧૩ એમ.બી.
૦૩૦ સતી મૃગાવતીની કથા ૨૬.૫૨૨૪.૫૦ એમ.બી.
૦૩૧ આનંદ શ્રાવકની કથા ૧૩.૩૮૧૨.૪૦ એમ.બી.
૦૩૨ બળદેવ મુનીની કથા ૧૮.૪૭૧૭.૧૦ એમ.બી.
૦૩૩ કમઠ જોગીની કથા ૦૮.૪૮૦૮.૦૬ એમ.બી.
૦૩૪ નંદીષેણ મુનીની કથા ૩૧.૩૮૨૮.૯૦ એમ.બી.
[પાછળ]     [ટોચ]