મોસમ સલુણી
મોસમ સલુણી, વર્ષાથી ભીની, રાત ઢળી રસિયા ઘર જાવા દે
હૈયાંને હરતી, લીલીછમ ધરતી, રાત ઢળી રસિયા ઘર જાવા દે
મોસમ સલુણી...
કુહૂ કુહૂ કોયલ ટહુકે છે ડાળે, હંસોની જોડી રમે સરવરની પાળે
કુહૂ કુહૂ કોયલ ટહુકે છે ડાળે, હંસોની જોડી રમે સરવરની પાળે
એકલ છું હું તું તો બાકી રહ્યું શું,રાત ઢળી રસિયા ઘર જાવા દે
મોસમ સલુણી...
જાગી અગન અંગે તડપંતી મનમાં
હેયું દળાતું મારું તારી લગનમાં
જાગી અગન અંગે તડપંતી મનમાં
હેયું દળાતું મારું તારી લગનમાં
મનમાં મૂંઝાઉં, પરવશ હું થાઉં, રાત ઢળી રસિયા ઘર જાવા દે
મોસમ સલુણી...
ઘાયલ થયો છું હું કામણના તીરે
પાગલ બનાવ્યું મન તે ધીરા સમીરે
ચોરીને જાતી કોઈ જોઈ જાશે
રાત ઢળી રસિયા ઘર જવા દે
મોસમ સલુણી, વર્ષાથી ભીની, રાત ઢળી રસિયા ઘર જાવા દે
રાત ઢળી રસિયા ઘર જવા દે
સ્વરઃ આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મારે જાવું પેલે પાર (૧૯૬૮)
ક્લીક કરો અને સાંભળોઃ
|