[પાછળ]

 	આજનો ચાંદલિયો મને લાગે 
 
	આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
	કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

	તારા રે નામનો છેડ્યો એક તારો
	હું  તારી  મીરા તુ ગિરધર મારો
	આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
	કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

	આપણે  બે  અણજાણ્યા પરદેશી  પંખી
	આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી
	જોજે વીખાય નહીં શમણાનો માળો
	કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

	દો રંગી  દુનિયાની  કેડી  કાંટાળી
	વસમી છે  વાટ કેમ ચાલુ સંભાળી
	લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
	કહી દો સૂરજને  કે ઊગે નહીં ઠાલો
				
	આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
	કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

	સ્વરઃ લતા મંગેશકર
	ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
	ચિત્રપટ: લોહીની સગાઈ (૧૯૮૦)
	

ક્લીક કરો અને સાંભળોઃ Aaj_No_Chandaliyo-Lohi_Ni_Sagaai
-Lata-Avinash_Vyas.mp3

[પાછળ]     [ટોચ]