આજ ટહુકે રે ટહુકે રે
આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર
આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર
એવો ટોડલે બેઠો મોર નાચે ચિત્તડા કેરો ચોર
આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર
ઓલી મહિસાગરને આરે ઢોલ વાગે સે રે લોલ
તારા તનડા મનડામાં પ્રીતિ જાગે સે રે લોલ
બોલે બોલ તારા કાપે કુણાં કાળજાની કોર
આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર
ઢોલ ધીમો ધીમો ઢોલિડા વગાડ્ય મા રે લોલ
જામી રઢિયાળી રાતનો રંગ જાય ના રે લોલ
રંગ જામ્યો છે ને સંગ હવે જામી જાશે લોલ
આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર
એવો ટોડલે બેઠો મોર નાચે ચિત્તડા કેરો ચોર
આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર
એ મારા પાલવનો છેલડો મેલ
કે રાસે મને રમવા દે
હું તો મોરલો ને તુ તો મારી ઢેલ
કે રાસે રમવા દે
હું તો નમણી નાગરવેલ
કે રાસે મને રમવા દે
આ તો પ્રીતિના માંડ્યાં છે ખેલ
કે રાસે રમવા દે
કલાકારઃ
દમયંતી બારડાઈ અને
કરસનદાસ સાગઠીયા
ક્લીક કરો અને સાંભળોઃ
Aaj_Tahuke_Re_Tahuke_Re -Damayanti_Bardai- Karsandas_Sagathiya.mp3
|