આ માસૂમ ચહેરો
[લીધો એણે ચાંદો લીધાં સૌ સિતારા
લીધાં સૌએ શમણાં લીધાં સૌ શબાબો
લીધાં એણે ઝરણાં લીધાં સૌએ સાગર
બનાવી તને ત્યારે પરવર દિગારે]
આ માસૂમ ચહેરો...
આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન
ભલે તું ન માને છે જન્નત અમારી
ભલે તું ન માને છે જન્નત અમારી
આ નટખટ નિગાહો આ શ્વાસોની સરગમ
ભલે તું ન માને છે જન્નત અમારી
ભલે તું ન માને છે જન્નત અમારી
આ રંગીન પુષ્પોમાં શબનમ સવારી
હવાની લહેરમાં છે ખુશબુ તમારી
જીગરમાં છે યારી નથી હું જુગારી
આ રૂહે મુહબ્બત છે મજબૂરી મારી
આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન
ભલે તું ન માને છે જન્નત અમારી
ભલે તું ન માને છે જન્નત અમારી
નથી મહેફીલો તોય નેપુર રણકતાં
નથી મહેફીલો તોય નેપુર રણકતાં
સુરાહી છે ખાલી ને જામો છલકતાં
આ સંમોહનો છે તું માને ન માને
આ ધડકન છે તારી ને મદહોશી મારી
આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન
ભલે તું ન માને છે જન્નત અમારી
ભલે તું ન માને છે જન્નત અમારી
આ નટખટ નિગાહો આ શ્વાસોની સરગમ
ભલે તું ન માને છે જન્નત અમારી
ભલે તું ન માને છે જન્નત અમારી
ઓ શમણાંની રાણી હતી ક્યાં છૂપાણી
પૂકારી છે ચોમેર પુરકાદ તારી
મિલનની ઘડીમાં ન કોઈ દિવાની
આ જન્મોજનમથી હું તારો પૂજારી
આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન
ભલે તું ન માને છે જન્નત અમારી
ભલે તું ન માને છે જન્નત અમારી
આ નટખટ નિગાહો આ શ્વાસોની સરગમ
ભલે તું ન માને છે જન્નત અમારી
ભલે તું ન માને છે જન્નત અમારી
સ્વર: ભૂપિન્દર
ક્લીક કરો અને સાંભળોઃ
Aa_Maasoom_Chahero-Bhupinder.mp3
|