આવો તો ય સારું ન આવો તો ય સારું
[પ્રીતિનું પુષ્પ ખિલે છે ઘડીભરની જુદાઈમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઈમાં]
આવો તો ય સારું ન આવો તો ય સારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું
આવો ને જાઓ તમે ઘડીયલ ઘડી થઈ
યાદ તો તમારી મીઠી અહીંની અહીં રહી
મોંઘુ તમારાથી સપનું તમારું
આવો તો ય સારું ન આવો તો ય સારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું
મિલનમાં મજા શું મજા ઝૂરવામાં
બળીને શમાના પતંગો થવામાં
માને ના મનાવ્યું મારું હૈયું નઠારું
આવો તો ય સારું ન આવો તો ય સારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું
સ્વરઃ મુકેશ(૧૯૬૭)
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ક્લીક કરો અને સાંભળોઃ
1967_Aavo_Toy_Saaru-Mukesh-Avinash_Vyas.mp3
|