[પાછળ]

 	આનંદે નાચે 
 
	આનંદે નાચે
	આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
	આનંદે નાચે

	આનંદે નાચે
	આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
	આનંદે નાચે

	ખુશીનો દિન આજે
	દિલ મહીં ખુશખુશાલી
	દિલ મહીં ખુશખુશાલી
	જાગી આનંદની ઉર્મિ
	મનડું દે છે તાલી
	મનડું દે છે તાલી
	મનહર કોઈ રાગિણી સુણી
	ઘેલી ઘેલી થાઉં રે

	આનંદે નાચે
	આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
	આનંદે નાચે

	જાણે આવી બાગમાં મારા
	ઋત સુહાની દોડી દોડી
	ફૂલ ભર્યા મેં આજ અંબોડલે
	રંગબેરંગી તોડી તોડી
	આજે આનંદે છલકંતુ
	ગીત ગાઉં રે
	મારું મન નાચે રે

	આનંદે નાચે
	આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
	આનંદે નાચે

	શાને આજે દિલડું મારું
	ઊડવાને લલચાય રે
	શાને આજે દિલડું મારું
	ઊડવાને લલચાય રે
	પાંખ પસારી એ પંખીડું
	ગગને ઊડી જાય રે
	પાંખ પસારી એ પંખીડું
	ગગને ઊડી જાય રે
	સૂરે રાગ ભરી
	ગીતે તાલ ભરી રાચે રે

	આનંદે નાચે
	આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
	આનંદે નાચે

સ્વર: ગીતા રોય ગીત-સંગીતઃ જગદીપ વિરાણી ચિત્રપટઃ નસીબદાર (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળોઃ 1950_Anande_Nache-Naseebdar
-Geeta_Roy-Jagdeep_Virani.mp3

[પાછળ]     [ટોચ]