ભીંજાય ઘરચોળું
ભીંજાય ઘરચોળું ભીંજાય ચુંદડી
ઓ મા...
ભીંજાય ઘરચોળું ભીંજાય ચુંદડી
આંખ્યુંમાંથી આંસુડાની ધાર જો
આંખ્યુંમાંથી આંસુડાની ધાર જો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
દોડી દોડી તારે દ્વારે આવતી
ઓ મા...
દોડી દોડી તારે દ્વારે આવતી
કર જોડીને કહેવા તુંને માત જો
કર જોડીને કહેવા તુંને માત જો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
સાસુ સંતાપે સસરો બોલતો
ઓ મા...
સાસુ સંતાપે સસરો બોલતો
બોલે એવા કપરા કડવા વેણ જો
બોલે એવા કપરા કડવા વેણ જો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
મેડી ના જુવે વાડી બંગલા
ઓ મા...
મેડી ના જુવે વાડી બંગલા
નથી જોતા હીરા કેરા હાર જો
નથી જોતા હીરા કેરા હાર જો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
કુવે રે પડું તો કુળ લાજશે
ઓ મા...
કુવે રે પડું તો કુળ લાજશે
બળી મરું તો લાજે મારો બાપ જો
બળી મરું તો લાજે મારો બાપ જો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
નભાઈ કહીને નણદી બોલતી
ઓ મા...
નભાઈ કહીને નણદી બોલતી
બોલે એવા વાંઝણીના બોલ જો
બોલે એવા વાંઝણીના બોલ જો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
ઓ મા...
ભવના મેંણા ખોડલ મા ભાંગજો
દુખિયારીની વહારે માડી આવીયા
દુખિયારીની વહારે માડી આવીયા
દીધો મને ખોળાનો ખૂંદનાર જો
દીધો મને ખોળાનો ખૂંદનાર જો
ભવના મેંણા ખોડલ માએ ભાંગીયા
ઓ મા...
ભવના મેંણા ખોડલ માએ ભાંગીયા
ઓ મા...
ભવના મેંણા ખોડલ માએ ભાંગીયા
સ્વરઃ અનુરાધા પૌડવાલ
ગીતઃ મન્મંથ થાનકી
સંગીતઃ પંકજ ભટ્ટ
ચિત્રપટઃ કુંજલ કાળજાની કોર
ક્લીક કરો અને સાંભળોઃ
Bhinjay_Gharcholu _Anuradha_Paudwal.mp3
|