[પાછળ]

 	ડગલે પગલે ભવમાં 
 
	ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો
	ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો

	કોને  જઈ  કહેવું કે મારો  જ  પડછાયો  હતો
	કોને  જઈ  કહેવું કે મારો  જ  પડછાયો  હતો
	ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો

	ભેદ  અનહદનો મને ત્યારે  જ સમજાયો હતો
	ભેદ  અનહદનો મને ત્યારે  જ સમજાયો હતો
	જે  દિવસ હું  કોઈની  નજરોથી  ઘેરાયો હતો
	જે  દિવસ હું  કોઈની  નજરોથી  ઘેરાયો હતો
	ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો

	તારી  આંખોના  ઇશારે  મારી  એકલતા  ટળી
	તારી  આંખોના  ઇશારે  મારી  એકલતા  ટળી
	ભરસભામાં  હું   નહિતર  ખૂબ  મૂંઝાયો  હતો
	ભરસભામાં  હું   નહિતર  ખૂબ  મૂંઝાયો  હતો
	ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો

	આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ
	આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ
	એના  પાયે  ‘શૂન્ય’  કેરો  પ્રાણ  પૂરાયો  હતો
	એના  પાયે  ‘શૂન્ય’  કેરો  પ્રાણ  પૂરાયો  હતો
	ડગલે પગલે  ભવમાં હું જેનાથી ભરમાયો હતો
	કોને  જઈ  કહેવું  કે મારો  જ  પડછાયો  હતો
	ડગલે પગલે  ભવમાં હું જેનાથી ભરમાયો હતો

	સ્વર: મન્ના ડે
	ગીતઃ ‘શૂન્ય’ પાલનપુરી
	સંગીતઃ ભરત ગાંધી

ક્લીક કરો અને સાંભળોઃ Dagale_Pagale_Bhav_Man-Manna_Dey-
Shunya_Palanpuri-Bharat_Gandhi.mp3

[પાછળ]     [ટોચ]