[પાછળ]

 	દીકરી તો પારકી થાપણ
બેના રે સાસરિયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય દીકરી તો પારકી થાપણ કહેવાય દીકરી ને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે રમતી તું જે ઘરમાં એની ભીંતે ભીંતો રડશે બેના રે.. વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય દીકરી તો પારકી થાપણ કહેવાય બેના રે.. તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય સાથે સોહાગી કંકુ સેંથામાં કંકણ શોભે હાથે બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દી ના કરમાય દીકરી તો પારકી થાપણ કહેવાય બેના રે.. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દી નજર્યું ના નજરાય દીકરી તો પારકી થાપણ કહેવાય બેના રે.. દીકરી ને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય બેના રે.. ઓ બેના...

સ્વરઃ લતા મંગેશકર રચનાઃ અવિનાશ વ્યાસ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ પારકી થાપણ (૧૯૭૯) ક્લીક કરો અને સાંભળોઃ Dikari_To-Parki_Thapan.mp3

[પાછળ]     [ટોચ]