[પાછળ]

    એક છોકરીના હાથથી રૂમાલ
એક છોકરીના હાથથી રૂમાલ પડે એ લેવા આખુંય ગામ વળે નીચે જુવાન આંખ ફાડે બુઢ્ઢાઓ આંખ મીચે નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે એ બાબત પર ઠેર ઠેર ગરમી પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર અને નાસ્તિકો થઈ ગયા ધરમી કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે જરા મોઢાઓ માંજો ને શોભો કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે

સ્વરઃ શંકર મહાદેવન રચનાઃ રમેશ પારેખ સંગીતઃ શ્યામલ-સૌમિલ મુનશી ક્લીક કરો અને સાંભળોઃ Ek_Chhokari_Na_Hath
-Shankar_Mahadevan-Ramesh_Parekh-
Shyamal-Saumil_Munshi.mp3

[પાછળ]     [ટોચ]