[પાછળ]

 	ગરમ મસાલેદાર 
 
	એ...એ...એ...
	ઓરી આવે તો   તને વાત કહું ખાનગી

	એ... એ... જુનાગઢના સીતાફળ
	એ... મારા ધોળકાના દાડમ
	આવ... આવ...
	એઈ...
	ઓરી આવે તો   તને વાત કહું ખાનગી
	તું ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	ઓરી આવે તો   તને વાત કહું ખાનગી
	તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	વાળ તારા ખંભાતી સુતરફેણી
	ગાલ તારા સુરતની ઘારી
	રાજકોટના પેંડા જેવી તું છે કામણગારી
	માવા જેવી માદક જાણે
	માવા જેવી માદક જાણે
	મોહબ્બતની મિજબાનગી
	તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	એઈ...
	ઓરી આવે તો   તને વાત કહું ખાનગી
	તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	હોઠ  તારા  અમદાવાદી
	શરબતની દુકાન
	એ શરબતનો તરસ્યો છું
	હું રંગીલો જુવાન
	હોઠ  તારા  અમદાવાદી
	શરબતની દુકાન
	એ શરબતનો તરસ્યો છું
	હું રંગીલો જુવાન
	પીઉં પીઉં પણ પ્યાસ ન બૂઝે
	પીઉં પીઉં પણ પ્યાસ ન બૂઝે
	હોઠોને હેરાનગી
	તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	અરે જા રે નફ્ફટ...

	તું વલસાડી હાફુસ મીઠી
	ચોરવાડની  કેસર  કેરી
	ભાવનગરના ગાંઠીયા જેવી
	આંગળીયો અનેરી
	મોળો માનવી આરોગે તો....અરે
	મોળો માનવી આરોગે તો
	આવી જાય મર્દાનગી
	તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	એઈ...
	ઓરી આવે તો   તને વાત કહું ખાનગી
	તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	કતાર ગામની પાપડી જેવી
	આંખ્યું આ અણીયાળી
	જામનગરના ગુલાબજાંબુ જેવી
	તું રસવાળી
	તુજને ખાવા માટે ના... ના... ના...
	તુજને ખાવા માટે ના લેવી
	પડતી પરવાનગી
	તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	હટ... જાણે તારા બાપનો માલ છે
	અરે નહિતર શું ?

	જીભ તારી મરચું ગોંડલનું
	બોલે બોલે તીખું તમતમ
	ભેજું છે નડીયાદી ભૂસું સાવ ખાલીખમ
	તું વડોદરાનો લીલો
	ચેવડો...ચેવડો...ચેવડો
	તું વડોદરાનો લીલો ચેવડો
	ખાતાં આવે તાજગી
	તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	એઈ....
	ઓરી આવે તો   તને વાત કહું ખાનગી
	તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
	... ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

	અરે...અરે...
	મારી પોરબંદરની ખાજલી
	અરે જા...જા...
	ઓ મારા ભૂજના પકવાન
	હેં...હેં..હેં... હાય...હાય...હાય

	સ્વરઃ કિશોર કુમાર
	ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
	ચિત્રપટઃ મોટા ઘરની વહુ (૧૯૭૮)
	

ક્લીક કરો અને સાંભળોઃ 1978_Garam_Masaledar-
Kishore_Kumar-Mota_Ghar_Ni_Vahu
-Avinash_Vyas.mp3

[પાછળ]     [ટોચ]