સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
સોનેરી રંગ સાંજનો ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું શ્યામલ વરણી રાત
સઘળા રંગો મેળવ્યાં દિલના રંગની સાથ
તોય પિયુની પાઘડીએ પડી કોઈ અનોખી ભાત
મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ
મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ
તોયે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
રંગ તો એવો જાલિમ જાણે જમદૂતે ઝંખેલો
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો
એના ઝેરની ઝાપટ લાગી મુને ફૂટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
ચાર દિશામાં કયાંય નહિ ને મેઘધનુમાં નહોતો
વાલમને મન એ જ વસ્યો ને એ જ રહ્યો રંગ જોતો
એનો ડાઘ પડ્યો તે મૂળથી ધોવા મથી રહી હું દંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
રંગની ઉપર રંગ ચડે તે મૂળનો તો રંગ ધોળો
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો
કોઈ ભીલડી આવી ભોળવી એના તપનો કર્યો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ
તોયે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
ચિત્રપટઃ લંકાની લાડી ને ઘોઘાનો વર (૧૯૭૯)
સ્વર: રાજુલ મહેતા
સંગીતઃ નીનુ મઝુમદાર
ક્લીક કરો અને સાંભળોઃ
Mara_Sahyaba_Ni_Paghadiye-Rajul_Mehta.mp3
|