[પાછળ]

 	લાગી રે લગન 
 
	લાગી રે લગન  
	પિયા તોરી લાગી રે લગન
	અરે પિયા તોરી લાગી રે લગન

	રેણ રે ઝૂમેલી વનરા વાટની રૂમઝૂમ 
	રેલ્યો અંધકાર
	રેણ રે ઝૂમેલી વનરા વાટની રૂમઝૂમ 
	રેલ્યો અંધકાર
	ધીમે રે અંચલ ભમતી રાનમાં ફૂલની 
	ફોરમનો લઈ ભાર
	નીજને  તેજે  તે પેખું  પંથને  ઉરમાં 
	એક રે અગન

	લાગી રે લગન
	પિયા તોરી લાગી રે લગન
	અરે પિયા તોરી લાગી રે લગન

	તમરાં બોલે રે તરૂવર કુંજમાં જલપે 
	ઝરણાં હજાર
	તમરાં બોલે રે તરૂવર કુંજમાં જલપે 
	ઝરણાં હજાર
	અડધી રાતે યે મનનો મોરલો મારો 
	ગાયે રે મલ્હાર
	આભ રે  વિંટાયું અવની અંગને વા  
	મિલને  મગન

	લાગી રે લગન
	પિયા તોરી લાગી રે લગન
	અરે પિયા તોરી લાગી રે લગન
	પિયા તોરી લાગી રે લગન
	પિયા તોરી લાગી રે લગન

	સ્વર: મન્ના ડે
	ગીતઃ રાજેન્દ્ર શાહ
	સંગીતઃ નીનુ મઝુમદાર

ક્લીક કરો અને સાંભળોઃ Lagi_Re_Lagan_Piya_Tori-Manna_Dey
-Rajendra_Shah-Ninu_Mazumdar.mp3

[પાછળ]     [ટોચ]