[પાછળ]

 લલિત અંગ લલના લજવાતી
 

લલિત અંગ લલના લજવાતી લલિત અંગ લલના લજવાતી પગનું નૂપુર છાનું ન રહેતું ઘડીક અને ઘડી અચકાતી લલિત અંગ લલના લજવાતી રીમઝીમ રીમઝીમ વરસે બદરિયા ઝીણી ઝીણી ચુનરી ભીંજાતી પવન વહે ચમકે અતિ દામિની ભામિની ઉરમાં અકળાતી એક અગન મન પિયુ મિલનની બની ઠંડી વહી જાતી લલિત અંગ લલના લજવાતી લલિત અંગ લલના લજવાતી * * * * * આજ મને અણગમતો લાગે મોર આજ મને અણગમતો લાગે મોર સખી જો ને દુભાવ્યો મેં ચિત્તડાનો ચોર આજ મને અણગમતો લાગે મોર મનના માન્યાએ મને કેટલી મનાવી તોયે મારો ઊતર્યો ન રૂસણાનો ક્રોધ આજ મને અણગમતો લાગે મોર આજ મને અણગમતો લાગે મોર * * * * * સાંજ ઢળે સાંવરિયો ન આવ્યો સાંજ ઢળે સાંવરિયો ન આવ્યો ઉરમાં અતિ ઉકળાટ છવાયો સાંજ ઢળે સાંવરિયો ન આવ્યો સાંજ ઢળે સાંવરિયો ન આવ્યો ચિત્તમાં વિપરીત વિચાર આવે ભૂખ છતાં ભોજન ના ભાવે ચિત્તમાં વિપરીત વિચાર આવે ભૂખ છતાં ભોજન ના ભાવે શું કોઈ ચંચલ ચતુરાથી પિયુ મારો ભરમાઈ ગયો સાંજ ઢળે સાંવરિયો ન આવ્યો સાંજ ઢળે સાંવરિયો ન આવ્યો * * * * * સખી મને ચૈન પડે ના આજે સખી મને ચૈન પડે ના આજે અહીં તહીં તલશે મારી નજરિયા અહીં તહીં તલશે મારી નજરિયા કોઈ સુંદર વદનને કાજે ચૈન પડે ના આજે સખી મને ચૈન પડે ના ઉરબોજ કહેવાય નહિ તનમન બદન શરમાય કેસરિયા શણગાર સજ્યા તો મન-અંતર અકળાય અકળાય ચૈન પડે ના આજે સખી મને ચૈન પડે ના આજે ના આજે

સ્વર: સુમન કલ્યાણપુર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ સંત સુરદાસ (૧૯૭૫) ક્લીક કરો અને સાંભળોઃ Lalit_Ang_Lalna_Lajavati-
Suman_Kalyanpur-Avinash_Vyas.mp3

[પાછળ]     [ટોચ]