[પાછળ]

     લે બોલ હવે તું
દરિયામાં હોય એને મોતી કહેવાય છે તો આંખોમાં હોય એને શું? અમે પૂછ્યું : લે બોલ હવે તું પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ? જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ? બોલો સુજાણ ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું? અમે પૂછ્યું : લે બોલ હવે તું ઊંચી ઘોડી ને ઊંચો અસવાર એના મારગ મોટા કે કોલ મોટા? દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા? સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ? અમે પૂછ્યું : લે બોલ હવે તું

સ્વરઃ અમર ભટ્ટ ગીતઃ રમેશ પારેખ સંગીતઃ ક્ષેમુ દિવેટીયા ક્લીક કરો અને સાંભળોઃ Le_Bol_Have_Tun
-Ramesh_Parekh-Amar_Bhatt-
Kshemu_Divetiya.mp3

[પાછળ]     [ટોચ]