માડી તારું કંકુ ખર્યું
માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
જગ માથે જાણે
પ્રભુતાએ પગ મૂક્યો
કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
મંદિર સર્જાયુ ને
ઘંટારવ જાગ્યો
નભનો ચંદરવો માએ
આંખ્યુંમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો
ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
માવડીની કોટમાં
તારાના મોતી
જનનીની આંખ્યુમાં
પૂનમની જ્યોતિ
છડી રે પોકારી માની
મોરલો ટહુક્યો
કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
નોરતાના રથના
ઘૂઘરા રે બોલ્યાં
અજવાળી રાતે
માએ અમરત ઢોળ્યાં
ગગનનો ગરબો માના
ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડ
Madi_Taru_Kanku_Kharyun- Asha_Bhosale-Avinash_Vyas.mp3
|