[પાછળ]

 મને કેર કાંટો વાગ્યો

ઓ  રાજ   રે  વાવડીના  પાણી   ભરવા   ગ્યા'તાં
મને  કેર  કાંટો  વાગ્યો,  મને   કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે  વાવડીના  પાણી   ભરવા   ગ્યા'તાં
મને  કેર  કાંટો  વાગ્યો,  મને   કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે     ઘરમાંથી     ઘંટીઓ     કઢાવો
મને લહેરક લહેરક થાય રે લહેરાકે જીવડો જાય રે
મને  કેર  કાંટો  વાગ્યો,  મને   કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે  વાવડીના  પાણી   ભરવા   ગ્યા'તાં
મને  કેર  કાંટો  વાગ્યો,  મને   કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે     સુરતની    સાડીઓ     મંગાવો
એ    સાડીઓ   ફડાવો,  એના    પાટા   બંધાવો
મને  કેર  કાંટો  વાગ્યો,  મને   કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે  વાવડીના  પાણી   ભરવા   ગ્યા'તાં
મને  કેર  કાંટો  વાગ્યો,  મને   કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે    ઘરમાંથી     ખાણીયા     કઢાવો
મને ધમક ધમક થાય રે  ધમકારે  જીવડો જાય રે
મને  કેર  કાંટો  વાગ્યો,  મને   કેર  કાંટો  વાગ્યો

ઓ  રાજ   રે  વાવડીના  પાણી   ભરવા   ગ્યા'તાં
મને  કેર  કાંટો  વાગ્યો,  મને   કેર  કાંટો  વાગ્યો

લોકગીત સ્વરઃ ગીતા રોય

ક્લીક કરો અને સાંભળોઃ Mane_Ker_Kanto_Vagyo-Geeta_Roy.mp3

[પાછળ]     [ટોચ]