[પાછળ]

 	નૈને નૈન મળે જ્યાં છાના 
 
	નૈને નૈન મળે જ્યાં છાના
	થાયે બંને દિલ દીવાના
	તમને પારકા માનું કે માનું પોતાના
	
	નૈને નૈન મળે જ્યાં છાના
	વાતો  હૈયાની કહેવાના
	તમને પારકા માનું કે માનું પોતાના

	વાગ્યા નજરોનાં તીર
	થયું મનડું અધીર
	શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં

	શરમાઈ ગઈ
	ભરમાઈ ગઈ
	મેં તો પ્રીત છૂપાવી અંતરપટમાં

	મનમાં જાગ્યા ભાવ મજાના
	જાણે  થઈએ  એક બીજાનાં
	તમને પારકા માનું કે માનું પોતાના

	મળે હાથમાં જો હાથ
	મળે હૈયાનો જો સાથ
	મને રાહ મળે મંઝીલની

	રહે  સાથ કદમ
	હોય દર્દ કે ગમ
	દુનિયાથી જુદી છે સફર દિલની

	સાથે કોના થઈ રહેવાના
	કહી દો દિલનાં કે દુનિયાનાં
	તમને પારકા માનું કે માનું પોતાના

સ્વરઃ મુકેશ અને લતા મંગેશકર ગીતઃ બરકત વિરાણી ‘બેફામ’ સંગીતઃ કલ્યાણજી આણંદજી ચિત્રપટઃ અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪) ક્લીક કરો અને સાંભળોઃ 1964_Naine_Nain_Male-
Akhand_Saubhagyavati
-Mukesh&Lata_Mangeshkar-
Barkat_Virani-Kalyanji_Anandji.mp3

[પાછળ]     [ટોચ]