ના, ના, નહિ આવું, મેળાનો મને થાક લાગે
ના, ના, નહિ આવું, એ... નહિ આવું
મેળાનો મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે
એ... મારે વહેતે ગળે ન હવે ગાવું
મને થાક લાગે
મેળાનો મને થાક લાગે
ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેહરી
ક્યાં એ નજરું કે જેણે મને હેરી
સખી અમથું અમથું ક્યાં અટવાવું
મને થાક લાગે
મેળાનો મને થાક લાગે
ના, ના, નહિ આવું
એના પાવાનો સૂર ક્યાંય હલક્યો
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો
સખિ ઓ...સખિ ઓ...
એવા વેરાને કેમ જાવું
મને થાક લાગે
મેળાનો મને થાક લાગે
ના, ના, નહિ આવું, મેળે નહિ આવું
મેળાનો મને થાક લાગે
હો મેળાનો મને થાક લાગે
ગીતઃ હરીન્દ્ર દવે (૧૯૬૮)
સ્વરઃ લતા મંગેશકર
સંગીતઃ દિલીપ ધોળકિયા
ક્લીક કરો અને સાંભળોઃ
Na_Na_Nahi_Aavun-Lata-Harindra_Dave-Dilip_Dholakia.mp3
|