[પાછળ]
 
	ઓ ભાભી તમે થોડાં થોડાં
	થાવ વરણાગી 
 
	હવે થોડાં થોડાં
	તમે થોડાં થોડાં થાવ વરણાગી
	ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

	નવી ફેશનની ધૂન બધે લાગી
	ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

	વરણાગી વીરાની વરણાગી વહુ બનો
	થોડું બંગાળી  ને  અંગ્રેજી  બહુ  ભણો

	મારા   ભાઈ   કેરો   ભ્રમ  જાય   ભાંગી
	ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

	કરો થોડો થોડો લટકો
	ને  આંખડીનો  મટકો

	જુઓ     લટકાળી    લલનાઓ    જાગી
	ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

	હવે થોડાં થોડાં
	તમે થોડાં થોડાં થાવ વરણાગી
	ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

	કુમકુમનો ચાંદલો  આવડો તે હોય મોટો ?
	ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો !

	હવે    જુના    બધા   વેશ    દ્યો  ત્યાગી
	ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

	હવે થોડાં થોડાં
	તમે થોડા થોડા થાવ વરણાગી
	ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

	બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
	ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો

	હવે     નવયુગની     વાંસલડી    વાગી
	ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

	હવે થોડાં થોડાં
	તમે થોડાં થોડાં થાવ વરણાગી
	ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

	સ્વર: ગીતા રોય
	ગીત-સંગીત: અવિનાશ વ્યાસ
	ચિત્રપટ: ગુણસુંદરી (૧૯૪૮)

ક્લીક કરો અને સાંભળોઃ !948_Gunsundari_Tame_Thoda_Thoda
-Geeta-Avinash_Vyas.mp3

[પાછળ]     [ટોચ]