ઓછું આવ્યું મારા વાલમાને
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
વાંકું પડ્યું એને નાનીશી વાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
પૂનમનો ચાંદલો જોઈને હું રોઈ પડી
નાવલિયો સમજ્યો હું ચાંદલિયે મોહી પડી
પૂનમનો ચાંદલો જોઈને હું રોઈ પડી
નાવલિયો સમજ્યો હું ચાંદલિયે મોહી પડી
પ્રગટી અદેખાઈ પુરુષની જાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
એને મનાવવાને ગીતડું મેં ગાયું
ગાતાં ગાતાં વ્હાલે બીજું કૈં માગ્યું
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
જ્યારે ને ત્યારે પૂનમની રાતમાં
ઓછું એ લાવે નાનીશી વાતમાં
એનું એ ગીત એને એવું ભાવ્યું
રોજ રોજ વાલમને ઓછું આવ્યું
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
વાંકું પડ્યું એને નાનીશી વાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
સ્વરઃ શ્રીમતી જ્યોત્સના મહેતા
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ક્લીક કરો અને સાંભળોઃ
Ochhu_Aavyu_Mara- Jyotsna_Mehta-Avinash_Vyas.mp3
|