[પાછળ]

ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

ના ના રે કહેવાય, ના ના રે સહેવાય
ના ના રે કહેવાય, ના ના રે સહેવાય

મારા   હૈયાંમાં  કંઈ  કંઈ  થાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય
ઓઢણી ઊડે તો ભલે ઊઢી જાય

ઓ ઓ રે ઓ ઓ રે, મેઘ  વરસે ને  ભિંજે ચીર
હાય હાય હાય હાય, નીતરે ચીર ને નીતરે નીર

ઓ ઓ રે ઓ ઓ રે, તારું ચંદન સરીખું શરીર
હાય હાય હાય હાય, વાગે  તીર,  વાગે   તીર

તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય

મારા  હૈયામાં  કંઈ  કંઈ  થાય
ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય

રૂપ દૂરથી જોવાય, ના ના રે અડકાય
વેલ લજામણી અડતાંની સાથ કરમાય

ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

ના ના રે કહેવાય, ના ના રે સહેવાય
ના ના રે કહેવાય, ના ના રે સહેવાય

મારા   હૈયાંમાં  કંઈ  કંઈ  થાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય

ઓ ઓ રે ઓ ઓ રે, મારે   નેણ   લજ્જા    લહેરે  છે
ઓ ઓ રે ઓ ઓ રે, તારા રૂપની  ભીનાશ તને ઘેરે છે

હું  તો  સંકોરુ  કાય,  લાગે શરમની લાય
અંગ અંગથી ભીંસાય

ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

હાય હાય હાય હાય, ઓલી વીજળી કરે ચમકાર
હાય હાય હાય હાય, કરે વારંવાર,     વારંવાર

ઓ ઓ રે ઓ ઓ રે, ઈ તો હૈયાનાં  સાંધે છે તાર
હોયે  હોયે  હોયે  હોયે,  નમણી નાર, નમણી નાર

મારું મનડું મુંઝાય, હૈયે લાગી રે લ્હાય
ના ના રે બુઝાય

ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય

ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય

ચિત્રપટ: મેરૂ માલણ(૧૯૮૫)
સ્વરઃ અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે
ગીત: કાન્તિ અશોક
સંગીત: મહેશ-નરેશ


ક્લીક કરો અને સાંભળોઃ 1985_Odhani_Odhu_Odhu-Meru_Malan.mp3

[પાછળ]     [ટોચ]