[પાછળ]

 	ઓ નીલ ગગનનાં પંખેરું 
 
	ઓ નીલ ગગનનાં પંખેરું
	તુ કાં નવ પાછો આવે 
	મને તારી 
	ઓ મને તારી યાદ સતાવે

	ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ

	સાથે રમતા સાથે ભમતાં 
	સાથે નાવલડીમાં તરતાં
	એક દરિયાનું મોજું આવ્યું 
	વાર ન લાગી આવી તુજને સરતાં
	આજ લગી તારી વાટ જોઉં છું 
	તારો કોઈ સંદેશો ના આવે...
	ઓ, તારો કોઈ સંદેશો ના આવે
	મને તારી , મને તારી યાદ સતાવે

	ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ

	તારા વિના ઓ જીવનસાથી 
	જીવન સૂનું સૂનું ભાસે
	પાંખો પામી ઊડી ગયો તું
	જઈ બેઠો તું ઊંચે આકાશે
	કેમ કરી હું આવુ તારી પાસે... 
	મને કોઈ ના માર્ગ બતાવે... 
	મને તારી 
	ઓ મને તારી યાદ સતાવે

	ઓ નીલગગનનાં પંખેરું....

	મોરલા સમ વાટલડી જોઉં
	ઓ રે મેહુલા તારી
	વિનવું વારંવાર તુને 
	તુ સાંભળી લે વિનંતિ મારી
	તારી પાસે છે સાધન સૌએ 
	તુ કાં નવ મને બોલાવે ...
	ઓ, તુ કાં નવ મને બોલાવે
	મને તારી, મને તારી યાદ સતાવે...

	ઓ નીલગગનનાં પંખેરું....

	ગીત: રમેશ ગુપ્તા(૧૯૪૯)
	સ્વર: મુકેશ
	
 
[પાછળ]     [ટોચ]