[પાછળ]

 	સોનાનું કે રૂપાનું
પિંજરું તે પિંજરું
પિંજરું તે પિંજરું, પિંજરું તે પિંજરું સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું ભલે મોતીડે મઢેલ ભલે રે હીરલે જડેલ પિંજરું તે પિંજરું તનડે બંધાણી, મનડે રૂંધાણી પિંજરે પૂરાણી વનની કોયલ રાણી તનડે બંધાણી, મનડે રૂંધાણી પિંજરે પૂરાણી વનની કોયલ રાણી ડોલે વાયુ ને વાદળિયું વિના ટહૂકો ક્યાંથી કરું પિંજરું તે પિંજરું સોનાની રે લંકાનું સીતાને શું કામ રે વસતો વનવગડે એનો મનગમતો રામ રે નીર તો મહેરામણ કેરા કુવાનું તો છીછરું પિંજરું તે પિંજરું સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું ભલે મોતીડે મઢેલ ભલે રે હીરલે જડેલ પિંજરું તે પિંજરું પિંજરું તે પિંજરું

સ્વર: મન્ના ડે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ (૧૯૫૫) ક્લીક કરો અને સાંભળોઃ Pinjarun_Te_Pinjarun
-Manna_Dey-Avinash_Vyas.mp3

[પાછળ]     [ટોચ]