પિયુ મારો લીલો લજામણીનો છોડ
પિયુ મારો
લીલો લજામણીનો છોડ
પિયુ મારો
લીલો લજામણીનો છોડ
પિયુ મારો
લીલો લજામણીનો છોડ
પિયુ મારો
લીલો લજામણીનો છોડ
અડકું અડકું ત્યાં તો
અણિયાળી આંખ્યુંમાં રે
શરમુંના ફુટે પરોઢ
પિયુ મારો
લીલો લજામણીનો છોડ
પિયુ મારો
વ્હાલપના વેણ બે’ક
બોલું બોલું ત્યાં તો
અવળું રે મુખ કરી લેતો
વ્હાલપના વેણ બે’ક
બોલું બોલું ત્યાં તો
અવળું રે મુખ કરી લેતો
ઘેનના રે ઘુમ્મટમાં
ઘેરી વળું ત્યાં તો
ના રે કહેવાનું કહી દેતો
એને જોઈ જોઈ
કુણા આ કાળજડામાં
જાગે કેસરિયા કોડ
પિયુ મારો
લીલો લજામણીનો છોડ
પિયુ મારો
લીલીછમ લાગણીની
વેલ જરા ધીરેથી
ઊંચી કરીને એને વીંટું
લીલીછમ લાગણીની
વેલ જરા ધીરેથી
ઊંચી કરીને એને વીંટું
સાગ તણા સોટા પર
ઊઘડતું ફુલ જેવું
ફુલ હજી ક્યાંયે ના દીઠું
એને મોહી મોહી બાંધ્યો
મેં માહ્યરામાં
મનના મિલનનો મોડ
પિયુ મારો
લીલો લજામણીનો છોડ
પિયુ મારો
લીલો લજામણીનો છોડ
પિયુ મારો
લીલો લજામણીનો છોડ
લીલો લજામણીનો છોડ
સ્વર: હર્ષિદા રાવળ
ગીતઃ ભાસ્કર વોરા
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ક્લીક કરો અને સાંભળોઃ
Piyu_Maro_Lajamani_No_Chhod -Harshida_Rawal-Bhaskar_Vora- Gaurang_Vyas.mp3
|