રહેશે અમને મારી મુસીબતની દશા યાદ રહેશે અમને મારી મુસીબતની દશા યાદ બીજા તો બધાં ઠીક છે આવ્યો ન ખુદા યાદ મુજ હાસ્યને ભલે દુનિયા દિવાનગી સમજે ક્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ જાહીદ મને સહેવા દે તબાહીભર્યાં સદમા મસજિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ મન દઈને ‘મરીઝ’ હવે કંઈ પણ નથી કહેતા સૌ મારા ગુનાહોની મને રહેશે સજા યાદ સ્વરઃ મન્ના ડે(૧૯૬૮) ગીતઃ મરીઝ સંગીતઃ નીનુ મઝુમદાર
|