સજન મારી પ્રીતડી
સજન મારી પ્રીતડી
સદીઓ પુરાણી
ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી
સજન મારી પ્રીતડી
સદીઓ પુરાણી
ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી
સજન મારી પ્રીતડી
તમે મારા મનના મોહન જગથી દુલારા
એક રે આ તન ને જુદા રચાણા કિનારા
સુખમાં તમારા મારી સીમા રે સમાણી
સજન મારી પ્રીતડી
સુહાગણ રહીને મરવું જીવવું તો સંગમાં
સુહાગણ રહીને મરવું જીવવું તો સંગમાં
પલપલ ભીંજાવું તમને પ્રીતડીના રંગમાં
સજન મારી પ્રીતડી
જીગર ને અમીની આ તો રજની સુહાગી
જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે જાણે સારસની જોડલી સુભાગી
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી
સજન મારી પ્રીતડી
સ્વર : સુમન કલ્યાણપુર
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ જીગર અને અમી (૧૯૭૦)
ક્લીક કરો અને સાંભળોઃ
1970_Jigar_Ane_Ami -Sajan_Mari_Pritadi- Suman_Kalyanpur.mp3
નોંધઃ મુકેશના સ્વરમાં ગવાયેલ
વર્ઝન માટે જુઓ ક્રમાંક ૪૯.
|