[પાછળ]
 
	તાલીઓના તાલે  
 
	તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
	પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
	આસમાની ચૂંદડીના  લહેરણિયાં લહેરાય રે
	પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

	ગોરો ગોરો ચાંદલિયો ને
	દિલ ડોલાવે નાવલિયો
	કહેતી મનની વાત રે …
	પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
	તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
	પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

	ઓરી  ઓરી  આવ ગોરી  ઓરી ઓરી
	ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી
	રાતડી રળિયાત રે …
	પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

	તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
	પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

	ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો
	રૂમો   ઝૂમો  ગોરી  રૂમો ઝૂમો
	રાસ   રમે  જાણે   શામળિયો
	જમુનાજીને ઘાટ રે …
	પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
	
	તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
	પૂનમની રાત … ઊગી પૂનમની રાત …


	સ્વર: ગીતા રોય
	ગીત-સંગીત: અવિનાશ વ્યાસ
	ચિત્રપટ: મંગલફેરા (૧૯૪૯)
	

ક્લીક કરો અને સાંભળોઃ 1949_Mangalphera_Talio_Na_Taale
-Geeta_Roy-Avinash_Vyas.mp3

[પાછળ]     [ટોચ]