[પાછળ]

 	તારા ફળિયામાં પગ નહિ મેલું

	ગોરી રે... ગોરી રે...
	મનગમતાને આવો ન છળિયે
	હવે જોવું કેવી આવે તું મારે ફળિયે

	મનડું દીધું મનડું લીધું
	મનડું દીધું મનડું લીધું

	હવે લઈ જા તારું મનડું તારી ભેળું
	તારી ભેળું તારી ભેળું

	નહિ નહિ નૈ નૈ નૈ નૈ નૈ...
	નહિ મેલું રે તારાં ફળિયામાં પગ નહિ મેલું
	છોને લાગ્યું છબિલા મને તારું ઘેલું
	નહિ મેલું રે તારાં ફળિયામાં પગ નહિ મેલું

	લાખ પોચું મન છોને  દોડે તારી વાંહે
	આજ  થકી  હું  તો  નહિ આવું તારી પાંહે
	તને ગમતું નહિ પહેરું ગવન મોર ચિતરેલું
	નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું રે

	હુંય નહિ  પહેરું તને ગમતી પાઘલડી
	હુંયે નહિ  છેડું   મને ગમતી વાંસલડી
	નહિ રાખું મારી મોજડીનું ફૂમતું રંગીલું

	ગોરી રે
	મનગમતાને આવો ન છળિયે
	હવે જોવું કેવી આવે તું મારે ફળિયે

	જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
	જાણું છું  કંઠ  તારો  સાકરનો   કટકો
	છોને રૂપ હોય તારું અલબેલું, અલબેલું
	નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું રે
	નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું રે

	સ્વર: મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે
	ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
	ચિત્રપટઃ ચૂંદડીનો રંગ (૧૯૮૩)

ક્લીક કરો અને સાંભળોઃ Tara_Faliya_Man
-Mahendra_Kapoor-Asha_Bhosale-
Avinash_Vyas.mp3

(નોંધઃ આ યુગલ ગીત ૧૯૬૮માં રચાયેલા અને માત્ર આશા ભોસલેના કંઠે ગવાયેલા મૂળ ગીતમાં યોગ્ય ફેરફાર કરી બનાવાયેલું સરસ નવું ગીત છે. શ્રી અવિનાશભાઈએ ૧૯૬૮માં રચેલું અને આશા ભોસલેએ ગાયેલું મૂળ ગીત ગીત-ગુંજન વિભાગમાં ૨૭૨ ક્રમાંક પર મૂકાયેલું છે.)


[પાછળ]     [ટોચ]