તને આવી ન્હોતી જાણી
આવી ન્હોતી જાણી
પૂનમ, તને આવી ન્હોતી જાણી
દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો
એને જોતાં રે વેંત હું લજાણી
પૂનમ, તને આવી ન્હોતી જાણી
તું યે એવી ને તારો ચાંદલિયો એવો
કરતો અડપલું તો યે મારે સહેવો
એને વાર જરા મારી દયા આણી
પૂનમ, તને આવી ન્હોતી જાણી
અજવાળી રાતનું કાઢીને બહાનું
કામ કરે દિલડું દઝાડવાનું છાનું
તને કોણ કહે રાતની રાણી?
પૂનમ, તને આવી ન્હોતી જાણી સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
(આ ગીત વિશે જેમની પાસે જે કોઈ માહિતી હોય તો તે mavjibhai at gmail dot com પર લખી મોકલવા વિનંતી છે.)ક્લીક કરો અને સાંભળોઃ
પૂનમ, તને આવી ન્હોતી જાણી |