[પાછળ]


ચણ ચણ બગલી

ચણ  ચણ  બગલી  ચણાની  દાળ,  ઠેકો  માર્યો   ઠુમકદાર
શેરીએ  શેરીએ  ઝાંખા  દીવા આવ રે  કાગડા  કઢી  પીવા
મારામાં કાંકરી ખૂંચે છે! મારામાં કાંકરી ખૂંચે છે!

ગણ ગણ ગાંઠીયા તેલની પળી  ઊઠ રે લાલિયા  ઝૂંપડી બળી
બળતી  હોય  તો  બળવા દે ને  ઠરતી  હોય  તો   ઠરવા  દે
આવ રે   કાગડા   કઢી   પીવા
મારામાં કાંકરી ખૂંચે છે! મારામાં કાંકરી ખૂંચે છે!

*****

જમાલ   ગોટો    ધમ    ધમ    થાય!
આડું અવળું જૂએ એની તુંબડી રંગાય!
[પાછળ]     [ટોચ]