ઢીંગલી મેં તો બનાવી
ઢીંગલી મેં તો બનાવી મજાની
તૈયાર એને હવે કરવાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
એનું ઝબલું સીવડાવવા દરજી પાસે જાઉં
દરજીભાઈ, દરજીભાઈ ઝબલું સીવી દ્યો
લાલ પીળા ઓઢણામાં આભલાં જડી દ્યો
ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
એનાં ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં
સોનીભાઈ, સોનીભાઈ ઝાંઝર બનાવી દ્યો
મોતીની માળા ને બંગડી ઘડી દ્યો
ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં
મોચીભાઈ, મોચીભાઈ મોજડી સીવી દ્યો
લાલ લાલ મખમલની મોજડી સીવી દ્યો
ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં
મમ્મી, મમ્મી પાઉડર લગાવી દ્યો
આંખે આંજણ ગાલે લાલી લગાવી દ્યો
ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં
માળી દાદા, માળી દાદા ગજરો બનાવી દ્યો
મોગરા ગુલાબનો ગજરો બનાવી દ્યો
ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં
બેન, ઓ બેન એને લખતાં શિખડાવી દ્યો
એક બે ત્રણ ચાર કરતાં શિખડાવી દ્યો
ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
તૈયાર એને હવે કરવાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
ક્લીક કરો અને સાંભળોઃ
|