[પાછળ]

એવું શું વલ્લભ પ્રભુનું નામ

એવું શું વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શું  વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

પ્રાણ પ્યારું છે અમને 
અતિશય  વહાલું  છે
એવું શું વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

પુષ્ટિ માર્ગ  પ્રગટાવ્યો
દૈત્યોનો તાપ નશાડ્યો
એવું શું વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

સેવા  માર્ગ   ચલાવ્યો
ભક્તિ માર્ગ વિકસાવ્યો
એવું શું  વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

મેવાડ  મધ્યે   બિરાજે
જેનું સ્વરુપ સુંદર ગાજે
એવું શું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે

કાંકરોલી મધ્યે બિરાજે
રૂડો રાય સાગર  ગાજે
એવું શું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે

ગોકુલમાં ગૌધેનચારી
વૃંદાવન કુંજ બિહારી
એવું શું  શ્રી  કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે

[પાછળ]     [ટોચ]