[પાછળ]

હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી

મારૂ મનડું છે ગોકુળ વનરાવન
મારા મનના આંગણીયામાં તુલસીના વન
મારા પ્રાણજીવન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી

મારા આતમને આંગણે શ્રી મહાપ્રભુજી
મારી આંખે દીસે છે ગિરધારી રે ધારી
મારું તનમન ગયું છે જેને વારી રે વારી
મારા શ્યામ મુરારી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી

મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા
નિત્ય કરતાં શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીના કીધાં રે દર્શન
મારું મોહી લીધુ મન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી

હે આવો જીવનમાં લ્હાવો ફરી કદી ન મળે
વારે વારે માનવ દેહ કદી ન મળે
ફેરો લખ રે ચોરાસીનો મારો રે ફળે
મને મન મોહન મળે
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી

હું તો નિત્ય શ્રી વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી

મારા અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણમાં શ્રીનાથજી દયા રે કરી
મને તેડાં રે જમ કેરાં કદી ન આવે
મને મારો વહાલો બોલાવે

જય જય શ્રી નાથજી બોલો
જય જય શ્રીયમુનાજી બોલો

જય જય શ્રી નાથજી બોલો
જય જય શ્રીયમુનાજી બોલો

જય જય શ્રી નાથજી બોલો
જય જય શ્રીયમુનાજી બોલો

જય જય શ્રી નાથજી બોલો
જય જય શ્રીયમુનાજી બોલો

હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી

[પાછળ]     [ટોચ]