ઝેરનો કટોરો પીવા જઈ રહેલા બાપુજીનો આગબોટ પ્રવાસ (સપ્ટેમ્બર ૨-૧૨, ૧૯૩૧) શાહી અંગ્રેજી હકુમત માત્ર ન્યાયનું નાટક કરવાના ઈરાદાથી વાટાઘાટ કરવા બોલાવે છે અને પોતાની એક વાત પણ સ્વીકારાવાની નથી તે વાત જગજાહેર હોવા છતાં ગાંધીજીએ ૧૯૩૧ની ગોળમેજી પરિષદમાં ભાગ લેવા કરેલો ઐતિહાસિક આગબોટ પ્રવાસ. આ વિડિયો ક્લીપમાં એક બોનસ પણ છે. ‘એકલો જાને રે’ કવિતા લખનારા અને ભાગ્યે જ જાહેરમાં દેખાતા યુવાન મહાદેવ દેસાઈ આ વિડિયો ક્લીપમાં સદેહે જોવા મળે છે. ગાંધીજીની સાથે આજીવન રાતદિવસ સતત રહેલા મહાદેવભાઈનો ગાંધીજી સાથેનો કોઈ ફોટો કદી કોઈએ જોયો છે?
|