નાનકડું ઘર એક બનાવશું ને
નાનકડો સંસાર વસાવશું!

આ ગીત પણ ફિલ્મ મંગલફેરાનું છે પણ ૧૯૪૯ની ઐતિહાસિક મહત્વ ધરાવતી મંગલફેરાનું નહિ. ૧૯૮૫માં એક સામાજિક ફિલ્મ મંગલફેરા આવી હતી તેનું આ ગીત છે. સ્વર શબ્બીરકુમાર અને અનુરાધા પૌડવાલનો છે. આ ફિલ્મના દિગ્દર્શક હતા ઈકબાલ શેખ અને સંગીત હતું વિજયનું. ગીતો પણ બન્નેએ સાથે મળી લખ્યાં હતાં.