પારેવડા જાજે વીરાના દેશમાં
દેશી નાટક સમાજ અને શ્રી પ્રભુલાલ દ્વિવેદીએ જે કેટલાંક અમર ગીતો ગુજરાતની નાટ્યપ્રેમી જનતાને આપ્યા છે તેમાં આ ગીતનો સમાવેશ થાય છે. આઝાદીની લડતના માહોલમાં જ્યારે જ્યારે આ રાસ-ગરબો તખ્તા પર રજૂ થતો ત્યારે તેને પ્રેક્ષકો ખૂબ વધાવી લેતા હતા. શ્રી વિનયકાન્તભાઈના માર્ગદર્શનમાં તેની થયેલી આ પુનઃ રજૂઆતમાં સ્વર ઉષા મંગેશકરનો છે, નૃત્ય સંકલન સરયુ શાહનું છે અને સંગીત નિર્દેશન સુરેશકુમારનું છે.
|