[પાછળ] 

ડાઉનલોડ સગવડ

આપણા સૌની મનગમતી વેબસાઈટ www.mavjibhai.com પર મૂકાયેલી તમામ ઓડિયો અને વિડિયો ફાઈલ સરળતાથી ડાઉનલોડ થઈ શકે તે હેતુથી હવે આ વેબસાઈટનો એક વૈકલ્પિક ફ્રી બ્લોગ વર્ડપ્રેસ પર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ડપ્રેસ બ્લોગનું સરનામું આ પ્રમાણે છેઃ

https://mavjibhai90735916.wordpress.com/

આ નવો બ્લોગ હજુ ઘડતર હેઠળ છે અને તેના પર તમામ ફાઈલો મૂકતા સમય લાગશે કેમકે વર્ડપ્રેસ કંપની તરફથી તેની ફ્રી બ્લોગ સગવડ પર ઘણીબધી મર્યાદાઓ અને મનાઈ મૂકવામાં આવી છે જેથી મૂળ વેબસાઈટના દરેક વેબપૃષ્ઠમાં ઘણા ફેરફાર કર્યા પછી જ તે વર્ડપ્રેસ પર મૂકી શકાય છે.

આમ છતાં આ નવા બ્લોગ પર અત્યાર સુધીમાં જે ઓડિયો-વિડિયો સામગ્રી મૂકાઈ છે તે તો તમે સહેલાઈથી ડાઉનલોડ કરી શકશો. તમારો આ ડાઉનલોડનો અનુભવ કેવો રહે છે તે વિશે મને ઈ-મેલથી જણાવતા રહેવા વિનંતી છે.

-માવજીભાઈના પ્રણામ

 [પાછળ]     [ટોચ]