| 
કોની જૂએ છે તું વાટ અભાગી
કોની જુવે છે તું વાટ અભાગી!
કોની જુવે છે તું વાટ?
કોણ રે આવી, નાવ લાદી તુજ, નાંગરશે ઉરઘાટ?
કોની જુવે છે તું વાટ અભાગી!
કોની જુવે છે તું વાટ?
ઉઠ, ઉભો થા, ઝાલી લે લાકડી,
લઈ લે તારી, કાંધે તું ગાંસડી;
આવવાનું નથી કોઈ, તેથી ના રહેવું રોઈ
જાવાનું છે તારે, થાવાનું છે તારે, નાના મટીને વિરાટ
કોની જુવે છે તું વાટ અભાગી!
કોની જુવે છે તું વાટ?
કોણ રે આવી, નાવ લાદી તુજ, નાંગરશે ઉરઘાટ?
કોની જુવે છે તું વાટ અભાગી!
કોની જુવે છે તું વાટ?
આફત આવશે આભથી ઊતરી,
લેશે ધરા નિજ  દુઃખમાં જોતરી,
તોય છે તારે માથે, થઈ એક જવું સહુ સાથે
લેખ લખ્યા છે, માનવી તારે એક જ ભવ્ય લલાટ
કોની જુવે છે તું વાટ, અભાગી!
કોની જુવે છે તું વાટ?
કોણ રે આવી, નાવ લાદી તુજ, નાંગરશે ઉરઘાટ?
કોની જુવે છે તું વાટ અભાગી!
કોની જુવે છે તું વાટ?
 -પ્રહ્લાદ પારેખ
ક્લીક કરો અને સાંભળો ભાઈલાલભાઈ શાહનું
મર્મસ્પર્શી સ્વરાંકન અને હૃદયસ્પર્શી રજૂઆતઃ
(Source : 
http://prarthnamandir.wordpress.com) |