[પાછળ] |
ગુજરાતી વાણી રાણીનો વકીલ સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ, સુબોધક સજ્જનોના સાથમાં સામીલ છું; ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી, જાણી તેનું દુઃખ ઘણો દિલગીર દિલ છું; હિંદી ને મરાઠી હાલ, પામી છે પ્રતાપ પ્રૌઢ, સ્વદેશી શિથિલ રહી, તે દેખી શિથિલ છું; કહે દલપતરામ રાજા અધિરાજા સુણો, રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. વાણી ગુજરાતી રૂડી રાણી જાણી આજ, હું વજીર તેનો બની કરું તેનું શુભ કાજ. -દલપતરામ |
[પાછળ] [ટોચ] |