[પાછળ]
લોચને હાસ વેરો!

ધરિત્રી પેટાળ તારે દવ નિત સળગે અંતરે તોય તારે હાસે શેં કૂંપળો આ હરિત મૃદુલ રે? અંકુરો કેમ ફૂટે? મારે હૈયે ય લાવા પ્રતિદિન પ્રજળે, ના શમે ક્રોડ વાતે બાળે ઊર્મિ, મધુરાં સ્વપન, પ્રિય તણી સંસ્મૃતિ રમ્ય ઓ રે માતા, આ રંક કેરું ગુરૂપદ લઈ કો ભાવ ઉદાત્ત પૂરો લાવાની ઝાપટે છો ઉર ડસડસતું - લોચને હાસ વેરો!

-દુર્ગેશ શુક્લ
[પાછળ]     [ટોચ]