માહતાબ સમ મધુરો માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે ગુલોં મિસાલ કોમલ ખીલતી અને પમરતી ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો લાખો ગુલોંની લાલી રુખસારમાં સમાવી અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો નીકળે નૂરી સિતારા નૈનો ચમકતા તારા રોશનીએ જિસ્મ અંદર જન્નત ખડી કરી છે માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો જોતાં નઝર ઠરી રે સૌના જીગર હરીને સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે સ્વર: મુકેશ ગીત: દારા એમ. પ્રિન્ટર સંગીતઃ વિસ્તષ્પ બલસારા (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ
|