ઓઢણીમાં ચિતર્યાં વ્હાલા
ઓઢણીમાં ચિતર્યાં વ્હાલા રંગ તારા પ્રેમના
આભલાં જડ્યાં છે રૂડા એમાં તારા નામના
ઓઢણીમાં ચિતર્યાં વ્હાલા રંગ તારા પ્રેમના
આભલાં જડ્યાં છે રૂડા એમાં તારા નામના
મારકણી ચાલ જેની રાત આ અષાઢની
ગીરનો એ સાવજ વહાલો માથે કાળી પાઘડી
યાદું સતાવે તારી જાગું આખી રાતડી
ધબકે જોબનિયું એમાં લાગ્યો રોગ પ્રેમનો
અંગ અંગ લાગ્યો રંગ તારા રે પ્રેમનો
ઓઢણીમાં ચિતર્યાં વ્હાલા રંગ તારા પ્રેમના
આભલાં જડ્યાં છે રૂડા એમાં તારા નામના
વગડો ધ્રૂજે છે આખો તારા ભડવીરથી
વરતે રે આણ જેની તીખી તલવારથી
ઘાયલ થયો આ સાવજ પ્રીતિ કેરા બાણથી
સરર સરર છૂટે તીર તારી આંખ્યુંથી
કાળજું વિંધાયું તારી નજરુંના તીરથી
ધબકે જોબનિયું એમાં લાગ્યો રોગ પ્રેમનો
અંગ અંગ લાગ્યો રંગ તારા રે પ્રેમનો
અંગ અંગ લાગ્યો રંગ તારા રે પ્રેમનો
અંગ અંગ લાગ્યો રંગ તારા રે પ્રેમનો
સ્વરઃ નિશા ઉપાધ્યાય અને પ્રફુલ્લ દવે
ક્લીક કરો અને સાંભળોઃ
|