[પાછળ]
નાની મારી આંખ નાની મારી આંખ, એ જોતી કાંક કાંક એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન, એ સાંભળે મીઠા ગાન એ તે કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું, એ સુંઘે ફૂલ મજાનું એ તે કેવી અજબ જેવી વાત છે નાની મારી જીભ, એ માણે પીપરમીન્ટ એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ, એ તાળી પાડે સાથ એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા પગ, એ જલદી ભરે ડગ એ તે કેવી અજબ જેવી વાત છે ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]