છાયાચિત્ર વિભાગ
છાયાચિત્ર વિભાગ
છાયાચિત્ર વિભાગ
|
માવજીભાઈએ પોતાના અંગત ઉપયોગ માટે ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી અથવા મિત્રો પાસેથી મેળવેલી કેટલીક વિડિયો ક્લીપ અત્રે રજૂ કરાઈ છે. આમાંની ઘણી ખરી વિડિયો ક્લીપ યુટ્યુબ અને તેના જેવી અન્ય ઘણી વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે એટલે તેમાં ખાસ નવું કશું નથી. દરેક વિડિયો ક્લીપ સાથે તે કેટલા સમયની છે અને તેની ફાઈલ સાઈઝ કેટલી છે તે પણ જણાવાયું છે. આ વિડિયો ક્લીપ જોવા માટે તમારી પાસે ઓછામાં ઓછું દોઢ-બે mbpsનું ઈન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે. તે સિવાય મોટા કદની આ વિડિયો ક્લીપ જોઈ શકાશે નહિ. |
છેલ્લો ફેરફાર: તા. ૨૨ જૂલાઈ, ૨૦૧૭
[પાછળ] |
સમય [મિનિટ, સેકન્ડ] |
ફાઈલ સાઈઝ [એમ.બી.માં] |
||
૧ | ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં [અધૂરપની મધુરપ ગાતો રમેશ પારેખે લખેલો ‘દુઃખીયારીનો ગરબો’ જેને ક્ષેમુભાઈ દિવેટીયાએ અમર બનાવ્યો છે.] |
૦૪.૩૩ | ૦૯.૮ |
૨ | મળો રમેશ પારેખને [રમેશ પારેખ પર લઘુ બોલપટ. ગુજરાત સાહિત્ય એકાદમીનું સુંદર સર્જન. આ સંસ્થા દ્વારા અન્ય સાહિત્યકારોના જીવન પર ઉતારાયેલા ટૂંકા દસ્તાવેજી ચિત્રો જોવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ http://www.gujaratsahityaacademy.org/videos.html ની એક વાર મૂલાકાત જરૂર લેશો.] |
૧૨.૨૮ | ૪૭.૫ |
૩ | ગુજરાત તને વંદન ગુજરાત સરકારનું અદ્ભુત નિર્માણ જેમાં અનેક ગુજરાતી કલાકારોએ પોતાનો સક્રીય ફાળો આપ્યો છે. |
૦૬.૫૫ | ૪૦.૦ |
૪ | સાંભળો એક નાનકડા ગામની નાનકડી છોકરી શું કહે છે [ગુજરાતમાં કે ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ જો પોતાની આંખ બરાબર ખોલીને જોશે તો તેમને પોતાના ગામ કે શહેરમાંમાં જ આ રાધા મહેતા જેવી અનેક બાળ-પ્રતિભાઓ મળી આવશે.] |
૦૫.૧૧ | ૧૨.૭ |
૫ | નિરુપા રોયને નિવાપાંજલિ [કારકિર્દીની શરૂઆતમાં ગુજરાતની અને પછી તો સમગ્ર ભારતની બની ગયેલી પ્રતિભાશાળી અભિનેત્રી નિરુપા રોયના અવસાન બાદ તેમના કુટુંબીજનો તરફથી તૈયાર કરાયેલી તેમના અંગત ફોટોગ્રાફ ધરાવતી અનોખી વિડિયો ક્લીપ] |
૦૫.૦૦ | ૧૮.૩ |
૬ | આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે? [સુરેશ દલાલનું સુંદર ગીત અને ગીતના શબ્દો પર ગોપી દેસાઈ અને પરેશ રાવળનો મનોરમ્ય અભિનય.] |
૦૪.૦૫ | ૧૩.૪ |
૭ | Englishમાં બોલે Uncle ગુજરાતીમાં બોલે કાકા [અમદાવાદના અરવિંદ વેગડા કમાલના કલાકાર છે. તેમનો મોબાઈલ નંબર છે - ૯૮૨૫૦૭૨૦૩૮ અને ૯૨૨૮૨૫૭૭૮૮. તેમના વધુ પરિયચ માટે તમે તેમને ફેસબૂક, ઓરકૂટ, ટ્વીટર વગેરે અનેક સ્થળે ઈન્ટરનેટ પર પણ મળી શકો છો.] |
૦૩.૦૫ | ૧૦.૭ |
૮ | સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા : સર્જક અને સર્જન [ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા સર્જક અને સર્જન શ્રેણીનું એક વધુ દસ્તાવેજી ચિત્ર. આ સંસ્થા દ્વારા ઉતારાયેલા આવા ટૂંકા દસ્તાવેજી ચિત્રો જોવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ http://www.gujaratsahityaacademy.org/videos.html ની એક વાર મૂલાકાત જરૂર લેશો.] |
૧૪.૫૮ | ૫૩.૩ |
૯ | હો રાજ મારું જિત્યું હંમેશા ગુજરાત [ગણજો અને ઓળખવાનો પ્રયત્ન કરજો કે આ ગીત-ચિત્રમાં કેટલા અને ક્યા ગુજરાતી કલાકારો છે અને તેમાંથી કેટલાને તમે ઓળખી શક્યા છો.] |
૦૪.૧૩ | ૧૭.૯ |
૧૦ | આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
[રમેશ પારેખનું સદાબહાર ગીત. ભાવનગરના એક જાહેર કાર્યક્રમમાં તેની ભાવસભર રજૂઆત] |
૦૪.૦૪ | ૧૩.૦ |
૧૧ | ઝેરનો કટોરો પીવા જઈ રહેલા બાપુજીનો આગબોટ પ્રવાસ (સપ્ટેમ્બર ૨-૧૨, ૧૯૩૧)
[૧૯૩૧માં લંડનમાં ભરાયેલી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે બાપુજીએ મુંબઈથી ‘એસ.એસ. રાજપુતાના’ આગબોટમાં જે પ્રવાસ કર્યો હતો તે પ્રવાસની આ દસ્તાવેજી ફિલ્મ છે. રાણપુર ગામથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’ના પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ આ પ્રસંગે ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ કવિતા લખી હતી. ‘સૌરાષ્ટ્ર’ના તંત્રી અમૃતલાલ શેઠે આ કવિતાની નકલ મુંબઈ જઈ આગબોટ પર છેલ્લી ઘડીએ પહોંચાડી બાપુને વંચાવી હતી. આગબોટમાં બાપુની સાથે પ્રવાસ કરી રહેલા મહાદેવભાઈ દેસાઈએ પાછળથી ‘નવજીવન’માં એક લેખ લખી આ કવિતાની ખૂબ પ્રશંસા કરી હતી. અમૃતલાલ શેઠે ત્યાર બાદ ૧૯૩૪ની સાલમાં મુંબઈથી ‘જન્મભૂમિ’ અખબારનો પ્રારંભ કર્યો હતો. ] |
૦૬.૨૪ | ૨૬.૨ |
૧૨ | તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
[ગીત-સંગીતને સમર્પિત યુવાન પુરુષોત્તમ ઉપાધ્યાયનો તખ્તા પરનો જાદુ બી.બી.સી.ના કાર્યક્રમના આ વિડિયો રેકોર્ડિંગમાં સુપેરે જોવા મળે છે.] |
૦૩.૫૭ | ૦૯.૬૫ |
૧૩ | મોર ટહુકા કરે! મોર ટહુકા કરે!
[મોર ટહુકા કરે એ સાંભળવાનું કોને ન ગમે? અને જ્યારે એ મોરનો ટહુકો વર્તમાન યુગની તાના-રીરી બહેનો વિરાજ-બીજલના કંઠેથી સરતો હોય તો શ્રોતાએ દંગ બનીને જોયા-સાંભળ્યા જ કરવું પડે. જૂઓ, સાંભળો અને ખાત્રી કરો.] |
૦૫.૨૭ | ૨૫.૧ |
૧૪ | મારી પરવશ આંખો તરસે
[મનહર ઉધાસની ગાયકી અને સંજીવકુમારનો અભિનય બન્ને આ ગીતને નવી ઊંચાઈ પર લઈ જાય છે.] |
૦૨.૫૧ | ૧૩.૩ |
૧૫ | તમને પારકા માનું કે માનું પોતાના?
[જૂઓ અહી ફિલ્મી હીરો ધોતિયું-બાંડિયું પહેરીને ઠેકડા મારતો મારતો કેવી સરસ રીતે પ્રેમગીત ગાય છે! ધોતિયું પડી જવાનો જરા પણ ડર એના ચહેરા પર ક્યાંય દેખાય છે ખરો? તમને ધોતિયું પહેરતા ન આવડે તો એ વાંક તમારો છે, ધોતિયાનો નહિ!] |
૦૪.૩૩ | ૨૧.૧ |
૧૬ | વહે વહે વાયરો વહે ગીત ગુજરાતી કહે [ગુજરાતના પ્રવાસનક્ષેત્રે વધુ ને વધુ પ્રવાસીઓને આકર્ષવાનો જે નવો વાયરો ફૂંકાઈ રહ્યો છે તે આવકારદાયક છે.] |
૦૪.૦૧ | ૧૫.૪૩ |
૧૭ | ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે [કેતન મહેતા દિગ્દર્શિત ૧૯૯૩ના ચિત્રપટ ‘સરદાર’ની એક આકર્ષક વિડિયો ક્લીપ.] |
૦૧.૧૯ | ૦૬.૫૧ |
૧૮ | અમે જિંદગીને સવારીને બેઠાં તમે આવશો એવું ધારીને બેઠાં [જ્યાં મનહર ઉધાસ હોય ત્યાં આપણા મનને હરી લે એવી જ રજૂઆત મળે મળે અને મળે જ પછી એ ભલે હો ઓડિયો આલ્બમ કે વિડિયો આલ્બમ!] |
૦૫.૧૩ | ૨૩.૯ |
૧૯ | આ તો ઊગ્યું પ્રભાત! આ તો ઊગ્યું પ્રભાત! [૧૯૪૯ની સાલમાં ગુજરાતી સિનેમા માટે સુંદર પ્રભાત ઊગ્યું હતું. આ પ્રભાત ફરી કદી નહિ ઊગે એવી નિરાશા સેવશો નહિ. હવેનું પ્રભાત કદાચ વધુ રંગીન બનીને આવશે. હાલ તો માણો આપણું અસલી જૂનું પ્રભાત! ] |
૦૨.૫૦ | ૧૮.૧ |
૨૦ | અલકા, તારી અલકલટમાં ઉલઝી ગયો છું મારી જીતમાં પણ હાર છે સમજી ગયો છું [રાજેન્દ્ર શુક્લ, સુરેન ઠાકર, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ વગેરે વિદ્યાર્થીઓની મિત્રમંડળી જ્યારે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ભણતાં ભણતાં પ્રા. તખ્તસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કવિ બનવાની નેટ પ્રેકટીસ કરી રહી હતી ત્યારે તે વખતે ૧૯૬૦ની સાલમાં એ કોલેજના અન્ય વિદ્યાર્થીઓમાં ‘અલકાની અલકલટ’નો ડાયલોગ સારો લોકપ્રિય હતો. કારણ, તે વખતે કાળવા ચોકમાં અલકાની ફિલમ આવી હતી અને એ ફિલમ પૂરા ૨૫ અઠવાડિયા ચાલી હતી!] |
૦૪.૪૭ | ૨૨.૬૨ |
૨૧ | સર્જક અને સર્જન : અલગારી કવિ સાંઈ મકરંદ દવે [ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા સર્જક અને સર્જન શ્રેણીનું એક વધુ દસ્તાવેજી બોલપટ. દંતકથા જેવા આ કવિ-સાંઈ-સંતને સદેહે નિહાળો. આ દસ્તાવેજી બોલપટ અર્ધા કલાકથી વધુ લાંબુ છે.] |
૩૪.૦૩ | ૭૫.૫૪ |
૨૨ | પાંદડું લીલું ને રંગ રાતો - ૧ [૧૯૬૦ની સાલમાં સર્જાયેલું આ ગીત આજના ગાયકો અને શ્રોતાઓમાં એટલું જ લોકપ્રિય છે.] |
૦૩.૩૯ | ૧૧.૩૩ |
૨૩ | પાંદડું લીલું ને રંગ રાતો - ૨ [૧૯૬૦ની સાલમાં સર્જાયેલું આ ગીત મૂળ ચિત્રપટમાં કેવું દેખાતું હતુ તે જૂઓ.] |
૦૪.૧૨ | ૧૯.૬૨ |
૨૪ | કહો કોણ ચડે? ગીતકાર ચડે કે સ્વરકાર? [કેટલાંક ગીત એવા હોય છે કે જેના શબ્દો સરસ હોય, તરજની બાંધણી મનમોહક હોય, ગાનારનો સ્વર ઉમદા હોય અને ગીત પરનો અભિનય પણ જોવો ગમે તેવો હોય. આવું એક ગીત છે ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ જે દરેકે દરેક રીતે સુંદર લાગે છે.] |
૦૩.૩૫ | ૧૩.૧૭ |
૨૫ | જ્યારે મન સાથે મન મળી જાય ત્યારે આવું ઉત્તમ ગીત સર્જાય! [ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’નું બિરુદ પામેલી ફિલ્મ ‘કાશીનો દીકરો’ ભલે ટીકીટબારી પર ‘કાગઝ કે ફૂલ’ પુરવાર થઈ પણ જેમણે આ ફિલ્મ સિનેમાના પરદે ૧૯૭૯માં જોઈ છે તે તેને કદી ભૂલી શકશે નહિ. એના ગીતો તો ચિરંજીવી મૂલ્ય ધરાવે છે. જૂઓ અને ખાત્રી કરો.] |
૦૪.૦૬ | ૧૨.૪૫ |
૨૬ | વિશ્વમાનવી ઉમાશંકર જોશી [ગુજરાતની પ્રજાને પોતાના કવિઓ માટે આદર નથી, કવિતાઓ માટે પ્રેમ નથી, સરસ કવિતાઓનો પ્રચાર-પ્રસાર કોઈ કરતું નથી એવી વાતો થયાં કરે છે. પણ આવી વાતો કરનારાઓને જો કોઈ ઉમાશંકર જોશીની માફક પૂછશે કે ભાઈ ‘તેં શું કર્યું?’ ( http://www.mavjibhai.com/kavita_two%20files/tenshun.htm) તો તેનો કોઈ જવાબ આવો બળાપો કરનારા પાસે નહિ હોય. રાજકોટના મનીષ પારેખે આ દિશામાં શું થઈ શકે તે આ વિડિયો ક્લીપમાં દર્શાવ્યું છે.] |
૦૯.૧૮ | ૨૭.૦૭ |
૨૭ | મને સોનાની ઝાંઝરી ઘડાવ [ગુજરાતી સુગમ સંગીતના ઉજ્જ્વળ ભવિષ્ય વિશે જરા પણ શંકા હોય તો આ વિડિયો ક્લીપ જૂઓ અને પછી કહો કે જો આપણે આવા ગીતકાર-સંગીતકાર-ગાયક ભવિષ્યમાં પણ સતત સર્જતા રહેશું તો શું સાંભળનારાઓ દોડતા નહિ આવે?] |
૦૩.૨૭ | ૧૧.૮૩ |
૨૮ | સૈફ પાલનપુરીએ લખેલા ખાનગી પત્રની મનહર ઉધાસ દ્વારા જગ જાહેર રજૂઆત [‘ટેક્સ્ટ મેસેજ’, ‘ફેસબૂક’ અને ‘ઓનલાઈન ચેટ’ના યુગમાં પ્રેમપત્રોનું મહત્વ ટકી શકશે ખરું ? એવું કોઈ પૂછે તો તેનો જવાબ એ હોઈ શકે કે થાઈ-મેક્સિકન-ઈટાલિયન વાનગી ભલે આપણે ગમે તેટલી ખાઈએ - રોટલી ખાવાનું આપણે કદી ભૂલી શકશું ખરા?] |
૦૭.૩૬ | ૧૫.૨૧ |
૨૯ | મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ
[સામાન્ય માણસોનું અસામાન્ય ગીત. એક વાર સાંભળો તો પછી કાનમાં સતત ગુંજતું રહે તેવું ગીત. જ્યારે ભાવ અને લયમાધુર્ય બન્ને દ્દષ્ટિએ અતિ ઉત્તમ એવા કોઈ લોકગીતને એવાં જ ઉત્તમ સંગીતકાર અને ગાયક કલાકારનો સાથ મળે ત્યારે કેવી અવિસ્મરણીય કૃતિ સર્જાય છે તેનો આ નમૂનો છે.] |
૦૪.૩૭ | ૩૮.૦૧ |
૩૦ | મારો સોનાનો ઘડુલો રે, હાં પાણીડાં છલકે છે [અવિનાશ વ્યાસ ઘણી વખત કહેતા કે રાસ-ગરબામાં સૌથી વધુ મહત્વ ઠેકા ને ઠૂમકાનું હોય છે. મહેશ-નરેશનું આ ગીત તેની સાબિતી છે. એક રૂટીન ફિલ્મનું આ રૂટિન ગીત રજૂ થયું ત્યારે તેના ઠેકા-ઠૂમકાને કારણે ગુજરાતી ચિત્રપટ ગીતોના ઈતિહાસમાં બેજોડ કહી શકાય એવી લોકપ્રિયતા મેળવી ગયું હતું. આ ક્લીપ જોશો તો ખાત્રી થશે કે માત્ર આ એક ગીતને ખાતર ફિલ્મ જોવા જનારા સાચા હતા.] |
૦૬.૨૧ | 3૧.૦૮ |
૩૧ | ચારણકન્યા! ચારણકન્યા! [આપણી પાસે એવી ઢગલાબંધ સરસ કવિતાઓ છે કે જેની તખ્તા પર સાભિનય રજૂઆત સરળતાથી કરવી શક્ય છે. જૂઓ અહીં ચારણકન્યા કવિતાની તખ્તા પર રજૂઆત કેવી મજાની લાગે છે!] |
૦૩.૦૭ | ૧૧.૭૮ |
૩૨ | ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર કહેનારો કવિ અખો આવી ગયો છે રૂપેરી પરદે! [જૂઓ દંતકથા જેવું જીવન જીવી ગયેલા ક્રાંતિકારી કવિ અખા પર સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદની સહયોગી સંસ્થા ‘ગુર્જરવાણી’ તરફથી નિર્માણ કરવામાં આવેલું એક સરસ ટૂંકું દસ્તાવેજી બોલપટ.] |
૧૭.૪ | ૨૨.૧૧ |
૩૩ | અમે મુંબઈના રહેવાસી [મુંબઈગરાના જીવનની રોજની રામાયણ આજે છે તેવી જ ૧૯૪૯માં પણ હતી. અર્થાત્ જીવનની જે મજા હતી તે જ સજા બની જતી હતી અને જે સજા મળતી હતી તેને મજા માની લોકો જીવતા હતા. નિહાળો આ ગીતમાં ૧૯૪૯ના મુંબઈગરાની સજા-મજાની રમત.] |
૦૩.૨૦ | ૨૦.૦૧ |
૩૪ | તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે [ગરવી ગુજરાતણોની અનેક પેઢીના દિલને ડોલાવી ગયેલો આ ગરબો આજે પણ આપણી રાતડીને રળિયાત બનાવવા એટલો જ સમર્થ છે.] |
૦૩.૩૦ | ૩૧.૦૧ |
૩૫ | હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે [શરદબાબુની દેવદાસ કરતાં ક્યાંય ચડે તેવી કનૈયાલાલ મુનશીની પ્રેમકથા પૃથિવીવલ્લભ(૧૯૨૦) ઉપરથી ઘણાં ચલચિત્રો ઉતર્યાં અને નાટકો ભજવાયા. આવા જ એક નાટક ઉપરથી ૧૯૭૬માં ઉતરેલું ચલચિત્ર માલવપતિ મુંજ પણ ઉપેન્દ્ર ત્રિવેદીના અભિનયે વખણાયું હતું. સાંભળો પ્રભુલાલ દ્વિવેદીનું અમર ગીત અને જૂઓ ઉપેન્દ્ર ત્રિવેદીની અભિનયછટા.] |
૦૫.૩૯ | ૩૭.૦૧ |
૩૬ | હેં! રમેશ પારેખ સ્વરકાર અને ગાયક પણ હતા? [હા જી. રમેશ પારેખ ભલે કવિ તરીકે વિખ્યાત થયા પણ સ્વરાંકન કરવું અને ગાવું એ પણ એમના પ્રિય શોખ હતા અને ઘણી વખત પોતાના આ શોખની ઝલક તેમણે જાહેરમાં પણ બતાવી હતી. ખાત્રી કરવી હોય તો જૂઓ આ અલગ અને ઓછા જાણીતા રમેશ પારેખને! અને જૂઓ કે આશિત દેસાઈ અને હેમા દેસાઈને પશ્ચાદભૂમાં બેસાડી બે નવતર ગાયકો કેવાં ગળું ફૂલાવી ગાઈ રહ્યાં છે!] |
૦૮.૨૧ | ૩૯.૦૦ |
૩૭ | એ હાલો, હૂ તૂ તૂ તૂ રમવા ગૌરાંગ વ્યાસ સાથે! [સંગીતકાર ગૌરંગ વ્યાસને સૌ કોઈ ઓળખે પણ ગાયક ગૌરાંગ વ્યાસનો બહુ ઓછાને પરિચય હશે. સ્વરબાંધણી અને સંગીત નિયોજનના ઉસ્તાદ ગૌરાંગભાઈ જો ધારે તો વર્ષોથી પ્રસ્થાપિત ગાયકોને પણ નવાઈ લાગે તેવું સરસ ગાઈ શકે છે. ચાલો રમવા, તેઓ આપણને હૂ તૂ તૂ તૂ રમાડે છે.] |
૦૭.૨૪ | ૨૧.૦૦ |
૩૮ | આવો, મળો ગોંડલ ગામની ગોરીને [સાત કુંવારા ભાઈ અને સાત કુંવારી બહેનો એક બીજાને મેળામાં મળે અને તેમની આપ-લેમાંથી જે મધુર તાલ અને લય સર્જાય તેની મજા લોકગીતમાં તો અનોખી આવે પણ જો ફિલ્મમાં તેનું સુંદર ચિત્રીકરણ થાય તો સોનામાં સુંગંધ મળે તેવો ઘાટ ઘડાય. જૂઓ લોકપ્રિય ગીત, ઉખાણા અને રમતનું સરસ ચિત્રીકરણ.] |
૦૫.૪૫ | ૪૮.૦૦ |
૩૯ | જ્યારે ગુજરાતી વાર્તાઓ રસ્તે રઝળતી ફરતી હતી [હા, ભાઈ એ વાત સાચી છે. ૧૯૬૦નો દાયકો એવો હતો કે જ્યારે ઓછું-વધુ ભણેલ દરેક ગુજરાતીને વાર્તાલેખક બનવાની ચાનક ચડી જતી હતી અને ન છપાતી, ન વંચાતી વાર્તાઓ જ્યાં-ત્યાં રસ્તે રઝળતી મળી આવતી હતી! તેથી તો અવિનાશભાઈને આવું સરસ ગીત લખવાની પ્રેરણા મળી ને એ ગીત ખૂબ લોકપ્રિય પણ બન્યું.] |
૦૩.૧૮ | ૧૦.૦૪ |
૪૦ | મુને અંધારા બોલાવે, મુને અંજવાળા બોલાવે [ગુજરાતી ફિલ્મ વિશેની કોઈ પણ વાત કે ચર્ચા થાય ત્યારે જો તેમાં કાંતિલાલ રાઠોડે ૧૯૬૯માં બનાવેલી ફિલ્મ ‘કંકુ’નો ઉલ્લેખ ન થાય તો તે વાત કે ચર્ચા અધૂરી ગણાય છે અને જ્યારે ‘કંકુ’ ફિલ્મની વાત આવે ત્યારે વેણીભાઈના આ ગીતને ટાંક્યા વિના રહી જ કેમ શકાય?] |
૦૩.૪૬ | ૧૨.૦૧ |
૪૧ | માધવ ક્યાંય નથી મધુવનમાં [હરીન્દ્ર દવેનું આ ખૂબ જ લોકપ્રિય ગીત વિવિધ કાર્યક્રમોમાં વિવિધ ગાયકોના કંઠે અવારનવાર સાંભળવા મળે છે. પરંતુ હેમાબહેન અને આશિતભાઈની વાત ન્યારી છે. તેઓ જ્યારે ગીતની અંદર ઉતરી જઈ ગીતના શબ્દદેહ અને સ્વરદેહનું સાયુજ્ય સાધે છે ત્યારે જે સુંદર-મધુર દ્દશ્ય સર્જાય તે જોવા જેવું હોય છે.] |
૦૪.૪૦ | ૧૪.૩૪ |
૪૨ | ટેકરી ઉપરનું મંદિર : દર્શન કરો અને પાવન થાઓ [જ્યાં બાળકુસુમો પૂર્ણપણે ખિલી શકતા હોય તેવાં બાલમંદિરો તો ઈશને પોતાના મંદિર, મસ્જિદ, ચર્ચ કરતાં પણ વધુ ગમે. જ્યાં આવા બાલમંદિરો નથી ત્યાં શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ, ધર્મ અને અધ્યાત્મની તમામ વાતો અને ચર્ચાઓ પાયા વિનાના પોકળ મહેલ જેવી છે.] |
૨૦.૧૭ | ૭૦.૦૫ |
૪૩ | હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ
[ગરબા-શોખિન ગુજરાતીઓમાં આ રાસડાને લોકપ્રિય બનાવનારા આમ તો પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે પણ ત્યાર પછી અવિનાશભાઈએ ૧૯૭૬માં તેનું ફિલ્મી વર્ઝન પણ મજેદાર બનાવ્યું હતું.] |
૦૬.૧૨ | ૩૪.૦૩ |
૪૪ | રાખના રમકડાંને મારા રામે રમતાં રાખ્યાં રે [અવિનાશભાઈએ અસંખ્ય સુંદર ફિલ્મી ગીતો લખ્યા અને સંગીતબદ્ધ કર્યાં છે. પરંતુ તેમણે ‘રાખના રમકડાં’ સિવાય અન્ય એક પણ ફિલ્મી ગીત લખ્યું કે સંગીતબદ્ધ ન કર્યું હોત તો પણ માત્ર આ એક ગીતના કારણે તેમનું નામ આજે તેટલાં જ આદર સાથે લેવાતું હોત.] |
૦૩.૨૫ | ૧૯.૦૦ |
૪૫ | નાનકડું ઘર એક બનાવશું ને નાનકડો સંસાર વસાવશું! [ગુજરાતી ફિલ્મગીતોની વાત નીકળે ત્યાં જેનું મોઢું તુચ્છકારથી વાંકુ થઈ જતું હોય તેવા માણસો તો રસ્તામાં હાલતા ને ચાલતા ઢગલાબંધ મળી આવશે પણ તેમાંના કેટલાં માણસોએ આ ગુજરાતી ફિલ્મીગીત સાંભળ્યું હશે?] |
૦૪.૧૪ | ૧૭.૦૨ |
૪૬ | ઝીણા ઝીણા આંકેથી અમને ચાળીયા [અનિલ જોશીની આ અટપટી કવિતા વાંચો તો કદાચ પહેલી નજરે ન સમજાય પણ ફિલ્મ ‘કાશીનો દીકરો’ જોતા હો ત્યારે તે તરત સમજાય જાય કેમકે ફિલ્મની આખી વાર્તાનો સાર આ એક કવિતામાં રજૂ થયો છે!] |
૦૪.૨૦ | ૦૯.૭૨ |
૪૭ | આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે છે! [એક અમર કવિતા - એક લયબદ્ધ ગીત જ્યારે કારુણ્યસભર સ્વરાંકન અને હૃદયસ્પર્શી ચિત્રાંકન મેળવે ત્યારે તેને જોઈને સ્તબ્ધ થઈને મૌન રહેવા સિવાય આપણે શું કરી શકીએ?] |
૦૪.૧૩ | ૧૨.૦૯ |
૪૮ | This is what I call DANDIYA ! [ગુજરાતી ફિલ્મની વિડિયો ક્લીપનું ‘ઈંગ્રેચી’માં શિર્ષક! હા, તમારી તબીયત રંગીન હશે તો આ રંગીન વિડિયો ક્લીપના રંગે રંગાવું તમને પણ ગમશે!] |
૦૫.૨૨ | ૩૫.૦૦ |
૪૯ | લુચ્ચા રે લુચ્ચા રે લોચનિયાની લૂમ [વેણીભાઈ પુરોહિતની કલમમાંથી નીકળેલ ‘ખેતીમાં રોમાન્સ યાને રોમાન્સની ખેતી’ના આ મજાના ગીતનું ચિત્રણ જોવા જેવું છે. ‘કંકુ’ ફિલ્મને નેશનલ એવોર્ડ અમસ્તો નો'તો મળ્યો.] |
૦૪.૩૩ | ૧૪.૦૩ |
૫૦ | તોફાનને દઈને અણછાજતી મહત્તા [‘શૂન્ય’ પાલનપુરીની ગઝલ, મનહર ઉધાસની રજૂઆત અને સુંદર વિઝ્યુઅલ આ ત્રણેનો અત્રે થયેલો ત્રિવેણી સંગમ અફલાતૂન છે!] |
૦૫.૩૫ | ૨૬.૦૫ |
૫૧ | ચાલો દ્વારકા, પોરબંદર અને લોથલ જોવા! [ગુજરાતમાં જોવા જેવું, જાણવા જેવું અને માણવા જેવું ઘણું છે. પણ જ્યારે બહારથી લોકો આવીને કહેશે ત્યારે જ એ વાત આપણા ગળે ઉતરશે. બાકી સાચી-ખોટી આત્મપ્રતારણા કર્યા જ કરવી એ ગુજરાતને માટે નિયમિત, સહજ અને સ્વાભાવિક વાત છે.] |
૦૩.૦૬ | ૦૯.૮૭ |
૫૨ | એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ [સંજીવ કુમારનો અભિનય ગુજરાતી અને હિન્દી બન્ને ભાષાની ફિલ્મમાં બેમિસાલ રહ્યો છે. અત્રે અપાયેલું ૧૯૬૮ની ફિલ્મ ‘મારે જાવું પેલે પાર‘નું ગીત તેનું ઉદાહરણ છે.] |
૦૫.૧૮ | ૨૧.૦૯ |
૫૩ | સ્વપ્નમેવ જયતે [પાર્થિવ ગોહિલ કહે છે કે હે મારી વાત હાંભળો રે! અને આપણે તે વાત સાંભળ્યા વગર છૂટકો જ નથી કેમકે નહિતર આપણને ખબર કેમ પડશે કે આપણે આણીકોર ઝાવું સે કે ઓલીકોર જાવું સે? ] |
૦૩.૦૬ | ૧૪.૦૦ |
૫૪ | લિખિતંગ ઉર્મિ [ન્યૂ જર્સી, અમેરિકાના નિવાસી મોના નાયક તા.૧૦-૦૬-૨૦૦૬થી ઈન્ટરનેટ પર ગુજરાતી બ્લોગિંગના ક્ષેત્રે સક્રીય છે. તેમને કવિતા વાંચવા, માણવા અને લખવાનો શોખ છે. તેમણે ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના એક કાર્યક્રમમાં કરેલી પોતાની ગઝલ પ્રસ્તુતિની એક વિડિયો ક્લીપ યુ ટ્યૂબ પર મૂકી છે તે અત્રે ફરી રજૂ કરાઈ છે.] |
૦૩.૦૦ | ૧૨.૦૬ |
૫૫ | સુંદર ગઝલ સુંદર રજૂઆત [સાહિત્ય, સંગીત, સૂર અને સ્વરનો સુભગ સંગમ થવો એક વિરલ ઘટના છે. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના પરિવારે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. જૂઓ અને સ્મરણમાં સાચવી રાખજો આ વિડિયોને. ] |
૦૬.૪૨ | ૧૫.૭ |
૫૬ | ચાલો ‘દર્શક’ની દુનિયામાં [‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘સોક્રેટીસ’ જેવી અમર કૃતિઓ આપનારા સાહિત્યકાર, કેળવણીકાર અને લોકસેવક શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’નું જીવન અને દર્શન ગુજરાતી સાહિત્ય પરિષદના આ દસ્તાવેજી બોલપટમાં સુપેરે દર્શાવાયું છે. આવા સરસ દસ્તાવેજી બોલપટો બનાવવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદને ખૂબ ખૂબ અભિનંદન.] |
૩૪.૩૯ | ૧૦૮.૦૦ |
૫૭ | પારેવડા જાજે વીરાના દેશમાં [જાણવું છે કે ભાંગવાડી થિએટર અને દેશી નાટક સમાજને આજે પણ લોકો કેમ ભૂલી શકતા નથી? જૂઓ આ ગરબો. ૧૯૪૧ના નાટક ‘સંપત્તિ માટે’માં નાટકના એક દૃશ્ય તરીકે તખ્તા પર રીતસર ભજવાતો આ રાસ-ગરબો બેહદ લોકપ્રિય બન્યો હતો. નાટ્યમહર્ષિ શ્રી પ્રભુલાલ દ્વિવેદીના સુપુત્ર શ્રી વિનયકાન્તભાઈએ જૂના જમાનાની આ સ્મૃતિઓ સંભાળી રાખી એટલું જ નહિ તેને લોક સુલભ પણ બનાવી એ માટે તેમનો ઘણો ઘણો આભાર.] |
૦૬.૨૬ | ૨૦.૦૫ |
૫૮ | મારા તે ચિત્તનો ચોર મારો સાંવરિયો [રમેશ પારેખ એક ગુજરાતી ફિલ્મ માટે સાંવરિયો રે મારો સાંવરિયો લઈ આવ્યા તેના ઘણા બધા વર્ષ અગાઉ કલ્યાણજી-આણંદજીની જોડી એક ગુજરાતી ફિલ્મ માટે ચિત્તનો ચોર સાંવરિયો લઈ આવી હતી. જૂઓ આશા પારેખને આ સાંવરિયા ગીત પર નાચતા.] |
૦૫.૨૯ | ૧૮.૦૧ |
૫૯ | એક વીસરાયેલું મોતી [ગુજરાતી ફિલ્મોમાં વખાણવા જેવું અને વખોડવા જેવું આવ્યા જ કરે છે. વખોડવા જેવું ભલે વખોડીએ પણ વખાણવા જેવા તરફ શા માટે દુર્લક્ષ કરવું? એક સાંભળવા લાયક ગીતને જૂઓ અને સાંભળો. આવા ગીત મળી આવે ત્યારે ડાબલીમાં મૂકી દીધેલું વર્ષો જૂનું વીસરાયેલું મોતી જાણે ફરી મળી આવ્યું હોય તેમ લાગે.] |
૦૪.૫૩ | ૧૬.૦૦ |
૬૦ | દર્દ એક જ છે હૃદયમાં [શ્રી અવિનાશ વ્યાસે ઘણી ગઝલો લખી છે અને સંગીતબદ્ધ કરી છે. ભવિષ્યમાં ગુજરાતીમાં ગઝલોનો ઘંટારવ ચોમેર ગાજતો થઈ જવાનો છે એવી કોઈને ખબર ન હતી તેવા સમયે તેમણે ફિલ્મમાં આ ગઝલ મૂકી હતી.] |
૦૨.૫૨ | ૦૮.૫૧ |
૬૧ | સુરેશ દલાલનું માનીતું ગીત તખ્તાની રાણીના અભિનય સાથે [આ અમર ગીત માટે કોનો આભાર માનવો? પ્રભુલાલ દ્વિવેદીનો? કાસમભાઈનો? મોતીબાઈનો? સમતા બનતી અભિનેત્રીઓનો? દેશી નાટક સમાજની સમગ્ર ટીમનો? ના. આ ગીત માટે યશના સાચા અધિકારી તો ત્યારના અને અત્યારના પ્રેક્ષકો છે જે આ ગીત જોઈ-સાંભળી રાજી થયા છે અને થતા રહે છે. કલાપીએ કહ્યું છે ને કે ‘કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહિ, કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ.’ આ અને આવા અનેક નાટ્યગીતના ‘સંભારણા’ જીવંત રાખવા માટે શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીને ખૂબ ખૂબ ધન્યવાદ. ] |
૦૩.૧૩ | ૧૦.૬૭ |
૬૨ | ગરીબ ખત્તા ખાય ને ધનિકનું ધાર્યું સઘળું થાય! [જગતનો આ તે કેવો ન્યાય? સ્મિતા પાટીલ અને નસિરુદ્દીન શાહ ગુજરાતી ફિલ્મમાં? જી હા. એક જમાનામાં ગુજરાતમાં નાના નાના ગામોમાં કેવી રીતે નાટકો ભજવવામાં આવતા હતા તેનો નમૂનો આ બન્ને કલાકારો પેશ કરી રહ્યા છે. જૂઓ આ ૧૯૮૨ની સાલનું આ ફિલ્મી ગીત- ‘ગરીબ ખત્તા ખાય ને ધનિકનું ધાર્યું સઘળું થાય!’] |
૦૩.૨૫ | ૧૦.૭૪ |
૬૩ | જ્યારે રૂપ-સુવાસથી ભરેલી ચંપાની કળી નાચે છે [ચંપા તુઝમેં તીન ગુન, રૂપ, રંગ ઔર બાસ. અવગુન એક હી ભયો ભ્રમર ન આવે પાસ. આવું કેમ થતું હશે? આ માત્ર કવિ કલ્પના છે કે સાચી હકીકત હશે?] |
૦૩.૨૯ | ૧૧.૪૯ |
૬૪ | બંગાળી શ્રોતાઓ માણે છે ગુજરાતી લોકગીતને [ઘરકા જોગી જોગટા, બહારગાંવકા સિદ્ધ. આપણને આપણા લોકગીતો અવખે પડી ગયા છે તો બંગાળી શ્રોતાઓ ગુજરાતી લોકગીત મન ભરીને માણે છે.] |
૦૨.૩૩ | ૦૫.૭૦ |
૬૫ | સાંજ પડી ઘર આવો બાલમ [ગીત-સંગીતની કોઈ પણ મહેફિલ પુરુષોત્તમ ઉપાધ્યાય વિના અધૂરી અધૂરી લાગે. તો સાંભળો લાલજી કાનપરિયાની રચના પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે.] |
૦૬.૩૮ | ૧૭.૪૭ |
૬૬ | સ્વપ્ન છે જોયા કરોઃ કાવ્ય-સૂર-સ્વરનો સંગમ [ગાયત્રી ભટ્ટ અને રિષભ મહેતાની જોડી કાવ્ય-સૂર-સ્વરનો ઘણો જ સુંદર સમન્વય સાધી શકે છે. આટલી પ્રતિભા બહુ ઓછા નસીબદાર લોકોને જ મળે. જૂઓ અને સાંભળો તેમની સંયુક્ત રજૂઆત.] |
૦૪.૩૬ | ૧૧.૪ |
૬૭ | તારી ઢીંગલી સાથે મારો ઢીંગલો રમે [ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જેનો યોગ્ય લાભ લઈ ન શક્યો હતો તેવા અસંખ્ય ઉમદા ગુજરાતી કલાકારોમાંના બે સંજીવકુમાર અને અરૂણા ઈરાનીનો આ સરસ અભિનય જૂઓ અને માણો.] |
૦૨.૪૬ | ૦૯.૨૧ |
૬૮ | એય ઓરી આવે તો કહું એક વાત ખાનગી [બેનમૂન ગાયક કિશોરકુમાર એક ખાનગી વાત કહે છે. જૂઓને સાંભળો આ ખાનગી વાત જેમાં ગુજરાતીઓને પ્રિય એવી અનેક ખાટીમીઠી વાનગીની વાત પણ આવે છે.] |
૦૬.૦૮ | ૨૦.૦ |
૬૯ | મધુવનમાં ઝૂરતી આવી બાલા જોગણ હવે ક્યાં જોવા મળે છે? [એક જમાનામાં જોગીડાઓ બિચારી બાલા જોગણને મધુવનમાં ઝૂરતી છોડી ચાલ્યા જતા હતા અને તે વખતે લોકોને તેવું વાંચવું, સાંભળવું, જોવું ગમતું હતું. એટલે તો આર્વાચીન ગુજરાતી ભાષાને તેની બાલ્યાવસ્થામાં ‘સરસ્વતીચંદ્ર’ જેવી સુંદર સાહિત્યકૃતિઓ મળી. જૂઓ અને સાંભળો ઈ.સ. ૧૯૧૬ની એક આવી બાલા જોગણે કરેલો નાટકીય વિલાપ.] |
૦૩.૦૪ | ૦૮.૦૬ |
૭૦ | નિરુદ્દેશે સંસારે મુગ્ધ ભ્રમણ કરી રહેલા કવિવર રાજેન્દ્ર શાહ [આપણા સન્માનનીય સાહિત્યકારોની સ્મૃતિ કાયમ માટે સાચવી રાખવાના ગુજરાતી સાહિત્ય પરિષદના સ્તુત્ય ઉપક્રમનું એક વધુ સોપાન. કવિવર રાજેન્દ્ર શાહને નિહાળો અને જાણો એમનાં જ શબ્દોમાં. આ દસ્તાવેજી બોલપટ ૪૦ મિનિટથી વધુ લાંબુ છે.] |
૪૦.૫૪ | ૧૩૩ |
૭૧ | ખોટું બોલશો મા! નીતિ છોડશો મા! [અંગ્રેજી ભાષામાં દર વર્ષે અસંખ્ય નવા નાટકો લખાયા કરે છે અને ભજવાયા કરે છે છતાં શેક્સપિયરના નાટકો કદી outdated બન્યા નથી કેમકે તે શાશ્વત મૂલ્ય ધરાવે છે. શાશ્વત મૂલ્ય કોને કહેવાય તે જોવું-સમજવું હોય તો તેનો નમુનો આ રહ્યો. છે તો આ એક ગુજરાતી નાટક પણ તેનો સંદેશો ક્યારે outdated નહિ થાય.] |
૦૩.૦૪ | ૮.૫૯ |
૭૨ | મોસમ સલુણી, વર્ષાથી ભીની [જેના પરથી હિન્દીમાં ૧૯૭૦માં ‘ખિલૌના’ નામની એક ખૂબ લોકપ્રિય ફિલ્મ બની હતી તે ૧૯૬૮ના ખૂબસુરત ગુજરાતી ચિત્રપટ ‘મારે જાવું પેલે પાર’નું આ સરસ ગીત જૂઓ અને સાંભળો.] |
૦૪.૪૭ | ૧૭.૧ |
૭૩ | કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળકુંવારા [મનુભાઈ પંચોળી ‘દર્શક’ની લોકપ્રિય નવલકથા ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ પરથી ૧૯૭૨માં બનેલું એ જ નામનું બનેલું ગુજરાતી ચિત્રપટ પુષ્કળ પ્રશંસા મેળવી ગયું હતું. આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીનું દિગ્દર્શન અને અભિનય બન્ને વખણાયા હતા.] |
૦૬.૧૯ | ૨૨.૦ |
૭૪ | એ સાંભળજો સાદ દિકરીનો [સૌરાષ્ટ્રના કુણપરા સમાજના આ ગૌરવને વિકસવાની તક કોણ આપશે? સાંભળજો સાદ દિકરીનો. ગુજરાતની નવી પેઢીમાં પ્રતિભાની કોઈ અછત નથી. જરૂર છે આ પ્રતિભાને ઓળખવાની, પ્રોત્સાહન આપવાની અને તેને વિકસવાની પૂરતી તક આપવાની.] |
૦૪.૧૮ | ૦૮.૦૧ |
૭૫ | ગિજુભાઈ બધેકાનું દીવાસ્વપ્ન [ગુજરાતના ગૌરવ સમા શિક્ષણવિદ્ ગિજુભાઈ બધેકા અને તેમનું ‘દીવાસ્વપ્ન’ ભલે આજે કોઈને યાદ ન રહ્યું હોય પણ ઈતિહાસના પાને તો તેનાં સંસ્મરણો જળવાઈ રહ્યા છે. જુઓ ભારત સરકારની સંસ્થા National Council of Educational Research and Training (NCERT) એ આ વિષય પર બનાવેલું એક દસ્તાવેજી ચલચિત્ર. આ ચિત્રપટ ઘણું લાંબુ છે. તમારું ઈન્ટરનેટ કનેક્શન ધીમું હોય તો તે જોવાની કોશિશ ન કરવા વિનંતી છે.] |
૫૨.૪૫ | ૨૦૭.૫૧ |
૭૬ | જેની જગમાં મળે નહિ જોડ રે! [હવે આપણે ગુજરાતને નવી નજરે જોવાનો સમય આવી ચૂક્યો છે. જે વર્ષોથી આપણી પાસે આપણી આસપાસ હતું તેને નવી નજરે જૂઓ તો તે સાવ નવું જ દેખાશે. આ વિડિયો તેનો દાખલો છે.] |
૦૪.૧૦ | ૧૩.૨ |
૭૭ | રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં, માટીનાં! [અવિનાશ વ્યાસે ૧૯૪૮ની સાલમાં રાખના રમકડાનું સર્જન કરી ખૂબ દામ અને નામ મેળવ્યાં તો મનસ્વી પ્રાંતીજવાળાએ ૧૯૬૪ની સાલમાં માટીનાં રમકડાં ઘડી ભારે વાહ વાહ મેળવી હતી. જૂઓ ભાંગવાડીના દેશી નાટક સમાજની આ અનોખી પેશકશ.] |
૦૩.૪૭ | ૧૧.૦૬ |
૭૮ | તારી જો હાક સુણી કોઈ ન આવે તો, એકલો જાને રે! [આમ તો અનુકરણ એટલે મરણ એવી એક સામાન્ય ઉક્તિ છે છતાં કેટલાંક અનુકરણો મનને રુચિ જાય તેવાં પણ હોય છે! મહાદેવભાઈ દેસાઈના અતિ વિખ્યાત ગીત ‘એકલો જાને રે’નું ભૂપિન્દરે ગાયેલું આ ફિલ્મી અનુકરણ સરસ છે. ફિલ્મ ભલે સાવ સાધારણ હતી પણ ગીત સાંભળવા જેવું છે.] |
૦૨.૪૭ | ૦૮.૫૪ |
૭૯ | જિંદગી ના મળી મન મુજબની, ત્રાસ છે, યાતના છે, સીતમ છે [પાર્થિવ ગોહિલ આપણો એવો કલાકાર છે જેની આપણે, ભલે જે કારણ હોય તે, પણ બહુ ઓછી કદર કરી છે. આ કલાકારે સ્ટેજ પરથી અનેક વખત જે સુંદર રજૂઆતો કરી છે તે કાબિલે-દાદ છે. જૂઓ તેણે ૨૦૦૮ની સાલમાં મુંબઈમાં કરેલી ‘શૂન્ય’ પાલનપુરીની એક ગઝલની કરેલી દિલખુશ રજૂઆત. ગઝલનો ઢાળ છે- ‘ગમ દિયે મુસ્તકિલ, કિતના નાજુક હૈ દિલ, યે ન જાના (શાહજહાં, ૧૯૪૬)’] |
૦૭.૦૩ | ૨૩.૧ |
૮૦ | હું છું મારી કવિતા, હું જ મારી કવિતા [કવિતા અને ઘરસંસાર, એ બન્નેનો મેળ મળે? કવિ આપણા આત્માને હલાવી નાખે એવી કવિતા ભલે લખી શકે પણ દાળમાં પ્રમાણસર મીઠું-મરચું નાખી બરાબર હલાવીને તેને ખાવાલાયક બનાવી શકે? કવિતા અને ઘરસંસાર એમ બન્ને ત્રાજવાને સમતોલ રાખવાનું અશક્ય કામ કરી શકેલા આપણાં જૂજ, સરસ કવિઓમાં ગીતાબહેન પરીખ માનભર્યું સ્થાન ભોગવે છે. સાંભળો વિદુષી હોવા છતાં સાવ નમ્ર અને મીતભાષી રહેલા ગીતાબહેનના જીવન અને કવનની કહાણી તેમના જ મુખેથી.] |
૧૬.૨૧ | ૬૪.૭ |
[પાછળ] [ટોચ] |