સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા : સર્જક અને સર્જન
સિતાંશુ યશશ્ચંદ્રની ખરી પ્રતિભાથી તમારે પરિચિત થવું હોય તો તમારે તેમના દ્વારા સંપાદિત ત્રૈમાસિક ‘ફાર્બસ ગુજરાતી સભા’ સામાયિકનું નિયમિત વાચન કરવું જોઈએ. આ સામાયિકમાં નિયમિત પ્રગટ થતાં લલિત સાહિત્ય, સંશોધન, તત્વજ્ઞાન, કળાઓ ઈત્યાદિ વિશેના ઉત્કૃષ્ટ કોટિના લખાણ તમને એક નવા જ ભાવવિશ્વમાં લઈ જશે.