આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
રમેશ પારેખના અનેક લોકપ્રિય ગીતો વચ્ચે આ ગીતે પોતાનું આગવું, અનોખું સ્થાન બનાવ્યું છે. ભાવનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જાણીતા સ્વરકાર અને ગાયક સુરેશ જોશીએ આ ગીતની સરસ સ્વરબાંધણી કરી શ્રદ્ધા શ્રીધરાણી સાથે તેની જે સુંદર રજૂઆત કરી હતી તે પ્રસંશાપાત્ર બની હતી.