ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
દૂરદર્શનની લોકપ્રિય ટી.વી. સિરીયલ ‘મિ. યોગી’ના સર્જક કેતન મહેતાની ૧૯૯૩ની ફિલ્મ ‘સરદાર’ પ્રેક્ષકોની અપેક્ષા જેટલી અસરદાર ન બની તો પણ તેમાં કેટલીક ચમકદાર ક્ષણો તો આવે છે જ. દાખલા તરીકે ફિલ્મની આ ક્લીપમાં ફૂલચંદભાઈ શાહની અમર કવિતાના જે અંશો મૂકાયા તે ખરેખર પ્રભાવશાળી લાગે છે.