મને સોનાની ઝાંઝરી ઘડાવ
કવિ આનંદ ધનજીભાઈ પટેલનું લખેલું અને પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન પામેલું રૂપેરી ઝાંઝરીનું આ ગીત ઘણા વર્ષોથી સુગમ સંગીતના શોખિનોનું માનીતું ગીત રહ્યું છે. આ ટી.વી. કાર્યક્રમમાં દિપાલી વ્યાસે જૂના રૂપેરી ઝાંઝરને સોનાનું બનાવી તેની એટલી જ સરસ રજૂઆત કરી છે.